Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડનું અનોખું ક્રોસઓવર!:પહેલા EX ગર્લફ્રેન્ડ પત્નીને મળી, હવે EX બોયફ્રેન્ડે પતિને ગળે લગાવ્યો; કરીના-મીરા બાદ સૈફ અને શાહિદનો મિલાપ, VIDEO

    6 घंटे पहले

    બોલિવૂડમાં ક્યારેક એવી ક્ષણો જોવા મળે છે, જે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં જ બોલિવૂડના બે ફેમસ એક્ટર શાહિદ કપૂર અને સૈફ અલી ખાનના અણધાર્યા મિલાપે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. બંને સ્ટાર્સ એકબીજાને ગળે મળતા હોય તેવો વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ તેને 'બોલિવૂડનું સૌથી અનોખું ક્રોસઓવર' ગણાવી રહ્યા છે—કારણ કે થોડા સમય પહેલાં જ કરીના કપૂર અને શાહિદની પત્ની મીરા રાજપૂત પણ સાથે જોવા મળી હતી. વાઈરલ વીડિયોમાં સૈફ અને શાહિદની ખાસ કેમેસ્ટ્રી પાપારાઝી પેજ પર શેર કરવામાં આવેલા આ લેટેસ્ટ વીડિયોમાં સૈફ અને શાહિદ વચ્ચે જરા પણ સંકોચ જોવા મળ્યો નહોતો. બ્લુ સ્લીવલેસ ટી-શર્ટ, લૂઝ ટ્રાઉઝર અને સનગ્લાસીસમાં ઊભેલો શાહિદ સૈફને જોઈને તરત જ સ્મિત કરે છે. વ્હાઇટ શર્ટ અને લાઇટ-વોશ જીન્સમાં હેન્ડસમ લાગી રહેલા સૈફ ચાલીને શાહિદ પાસે જાય છે અને તેને હગ કરે છે. બંને સ્ટાર્સ થોડીવાર ઊભા રહીને હસીને વાતો કરે છે અને વિદાય લેતી વખતે ફરી એકવાર એકબીજાને ભેટીને છૂટા પડે છે. પહેલા કરીના-મીરાનું સ્ટેજ શેરિંગ ને ત્રીજા બાળકની અફવા પર મજાક આ મિલાપ એટલે પણ ખાસ બની ગયો છે કારણ કે હજુ થોડા દિવસ પહેલાં જ કરીના કપૂર ખાન અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત વચ્ચેની રસપ્રદ વાતચીત ચર્ચામાં રહી હતી. કરીનાના ફેમસ ચેટ શો ‘વોટ વુમેન વોન્ટ’ની નવી સીઝનમાં મીરા રાજપૂત મહેમાન બનીને આવી હતી. ભૂતકાળમાં કરીના અને શાહિદ રિલેશનશિપમાં રહી ચૂક્યા હોવાથી, EX ગર્લફ્રેન્ડ (કરીના) અને પત્ની (મીરા)નું એકસાથે સ્ટેજ શેર કરવું ચાહકો માટે મોટી સરપ્રાઈઝ હતી. આ શો દરમિયાન કરીનાએ મીરાને પોતાના વિશે સાંભળેલી સૌથી અજીબ અફવા વિશે પૂછ્યું હતું, ત્યારે મીરાએ કહ્યું હતું કે, "મારા અને શાહિદના ઘરે ત્રીજું બાળક આવવાનું છે, તે અફવા સૌથી વિચિત્ર હતી." તેના પર કરીનાએ મજાકમાં કહ્યું હતું કે "એવું બની પણ શકે છે!"—જેના જવાબમાં મીરાએ હસીને સ્પષ્ટતા કરી હતી કે, "જરાય નહીં, અમારો પરિવાર હવે પૂરો થઈ ગયો છે!" IIFA 2025માં કરીના અને શાહિદ પણ ગળે મળ્યા હતા ઉલ્લેખનીય છે કે જૂની કડવાશ ભૂલીને આગળ વધવાની શરૂઆત અગાઉ IIFA 2025ની પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળી હતી. તે ઇવેન્ટમાં કરીના કપૂર ખાન ખુદ શાહિદ કપૂરને ગળે લગાવતી જોવા મળી હતી. એટલું જ નહીં, બંનેએ રોકાઈને વાતો કરી હતી અને સાથે ઊભા રહીને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. ફિલ્મ 'રંગૂન' (2017)માં સાથે કામ કરી ચૂકેલા સૈફ અને શાહિદ વચ્ચે હંમેશા પ્રોફેશનલ સન્માન રહ્યું છે, પરંતુ હવે જે રીતે પહેલા કરીના-મીરા અને ત્યારબાદ સૈફ-શાહિદ એકબીજાને ઉષ્માભેર મળતા દેખાયા છે, તે જોઈને બોલિવૂડ ફેન્સ બંને પરિવારોની આ મેચ્યોરિટીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. બંને સ્ટાર્સના આગામી પ્રોજેક્ટ્સ શાહિદ કપૂર પ્રાઇમ વીડિયોની સુપરહિટ ક્રાઇમ થ્રિલર સિરીઝ ‘ફર્ઝી’ની બીજી સિઝનમાં સનીના રોલમાં પરત ફરવા તૈયાર છે. આ ઉપરાંત તેણે ડિરેક્ટર અમિત શર્મા સાથે એક કોમેડી-ડ્રામા ફિલ્મ પણ સાઇન કરી છે, જેમાં પતિ-પત્નીના આત્મા બદલાઈ જવાની વાર્તા છે. સૈફ અલી ખાન રિતેશ બત્રાની ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘લોંગ યર્સ અગો’માં વિદ્યા બાલન સાથે 19 વર્ષ બાદ ફરી જોવા મળશે. આ સાથે જ તે કનિકા ધિલ્લોનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ સુપરનેચરલ થ્રિલર ફિલ્મમાં કિયારા અડવાણી સાથે પણ કામ કરી રહ્યો છે. એક સમયે નજીક હતા કરીના અને શાહિદ કરીના કપૂર અને શાહિદ કપૂર એક સમયે બોલિવૂડના જાણીતા કપલ હતા. તે લગભગ 2004થી 2007 સુધી રિલેશનશિપમાં હતા. ત્યારબાદ, કરીનાએ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે શાહિદે 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા.
    Click here to Read More
    Previous Article
    અડધી કિંમતે ખરીદો iPhone 17 Pro:₹1.34 લાખનો આઈફોન ₹54,990માં! iPhone 18 Pro અને MacBook પર મળી રહ્યું છે બમ્પર કેશબેક
    Next Article
    કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતાં 8 લોકો આગની ઝપેટમાં:3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા, કેટલાકની હાલત ગંભીર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment