Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધવપુરામાં EWS આવાસ યોજનાના મકાનોમાં AMCનું ચેકિંગ:ગેરકાયદે કબજો કરનારાઓ સામે પોલીસ ફરિયાદ

    11 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માધવપુરા વિસ્તારમાં આવેલી ઈડબલ્યુએસ આવાસ યોજનામાં ગેરકાયદે કબજો કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનના મધ્ય ઝોનમાં એસ્ટેટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા પ્રફુલ પટેલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં મોહન દાતણીયા અને આમીન મીયાણા સહિત અન્ય લોકો વિરુદ્ધ સરકારી મિલકતમાં ગેરકાયદે ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે. મકાનો ખાલી કરાવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી પોલીસ ફરિયાદ મુજબ, જ્યુપીટર મિલ કમ્પાઉન્ડમાં આવેલી ઈડબલ્યુએસ આવાસ યોજનાના કેટલાક ખાલી મકાનોમાં લોકો ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળતા કોર્પોરેશનની ટીમ પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન અનેક લોકો સરકારી મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કોર્પોરેશને દબાણ દૂર કરાવી મકાનો તાત્કાલિક ખાલી કરાવ્યા હતા. સમગ્ર કાર્યવાહી બાદ ગેરકાયદે કબજો કરનારાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ફતેગંજમાં વોટ્સએપ સ્ટેટસ મૂકવાની જૂની અદાવતમાં લોહિયાળ ખેલ:નમાજ પઢીને ચા પીવા ઉભેલા પિતરાઈ ભાઈઓ પર લોખંડની પાઈપથી શખસોનો જીવલેણ હુમલો, એકની હાલત ગંભીર
    Next Article
    કચ્છમાં 112 મહેસૂલી તલાટીઓને ફરજ ફાળવાઈ:નાગરિક સેવાઓ વધુ ઝડપી બનશે, પારદર્શક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment