Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી તાળા તોડી લોકો રહેવા આવી ગયા:શાહપુરમાં EWS આવાસ યોજનામાં બંધ મકાનોમાં લોકોએ કબજો જમાવ્યો, હવે પોલીસ ફરિયાદ નોંધાશે

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી જયુપીટર મીલ કમ્પાઉન્ડ EWS આવાસ યોજનાના બંધ મકાનોના સરકારી તાળા તોડીને ગેરકાયદેસર રીતે રહેવા આવી ગયેલા તત્વો સામે એક્શન લેવાયા છે. તંત્રએ તાત્કાલિક ધોરણે 17 જેટલા મકાનો ખાલી કરાવી ફરી સીલ મારી દીધા છે અને હવે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન શહેરમાં મચ્છરોના ઉપદ્રવ અને મલેરિયા-ડેન્ગ્યુ જેવા રોગચાળાને નાથવા માટે કમિટી દ્વારા વધુ 12 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. 17 બંધ મકાનોમાં લોકો સામાન સાથે રહેવા આવી ગયા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, શાહપુરમાં જયુપીટર મિલની જગ્યામાં બનાવવામાં આવેલા EWS આવાસમાં કેટલાક લોકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહીતી કમિટીના સભ્ય રાજેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ માહિતીના આધારે એસ્ટેટ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી 17 જેટલા મકાનોમાંથી ગેરકાયદે રહેતા લોકોનો સામાન બહાર કઢાવી મકાનો ખાલી કરાવ્યા હતા અને ત્યાં ફરીથી સરકારી તાળા મારી દીધા હતા. મકાનો ખાલી પડ્યા હોવાની બાતમી મળતા જ લોકોએ જાતે તાળા તોડી કબજો જમાવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ચેરમેને આ અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવવા અધિકારીઓને કડક સૂચના આપી છે. અગાઉ 367 મકાનોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆતો મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓછી આવક ધરાવતા શ્રમિકો માટે બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો મૂળ લાભાર્થીઓ દ્વારા ભાડે પધરાવી દેવાયા હોવાની ફરિયાદ અગાઉ હાઉસીંગ કમિટી સમક્ષ થઈ હતી. જે અંતર્ગત સમગ્ર શહેરમાં 5,611 આવાસોની સ્ક્રીનિંગ અને સ્થળ તપાસ કરાતા 367 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું ખૂલ્યું હતું. આ મામલે ઓક્ટોબર-2025માં નોટિસ આપીને એસ્ટેટ વિભાગે 35 આવાસો સીલ કર્યા હતા, જોકે કોઈ અગમ્ય કારણોસર હજુ સુધી એક પણ આવાસ જપ્ત કરવામાં આવ્યું નથી. મચ્છરોના પોરાનો નાશ કરવા 12 કરોડનો એક્શન પ્લાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ 12 કરોડ રૂપિયા સુધીનો મોટો ખર્ચ મંજૂર કર્યો છે. અગાઉ ફોગિંગ માટે અપાયેલી મંજૂરી બાદ આ વધારાનો ખર્ચ જાહેર કરાયો છે. આ કામગીરી માટે કોર્પોરેશન દ્વારા બે સ્પેશિયલ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ એજન્સીનો એક કર્મચારી રોજના સરેરાશ 200 ઘરોની રૂબરૂ ચકાસણી કરશે અને જ્યાં મચ્છરોના પોરા મળશે તેનો સ્થળ પર જ નાશ કરશે. કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે કર્મચારીઓએ દરરોજ 20 ઘરોમાં કરાયેલી કામગીરીના લાઈવ ફોટા લોકેશન (GPS) સાથે અપલોડ કરવાના રહેશે. એક ફોટો અપલોડ કર્યા બાદ ફરજિયાત 20 મિનિટ પછી જ બીજો ફોટો અપલોડ કરી શકાશે, જેથી કોઈ એક જ જગ્યાએ બેસીને ખોટા ફોટા અપલોડ ન કરી શકે. રિસેસના સમયે ફોટા અપલોડ કરવા પર પ્રતિબંધ રહેશે. બેદરકાર કોન્ટ્રાક્ટરો પર પેનલ્ટી બમણી કરાઈ મનપા તંત્ર દ્વારા આ વખતે કોન્ટ્રાક્ટરો પરના નિયંત્રણો વધુ આકરા કરવામાં આવ્યા છે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સી મચ્છર નાબૂદીની કામગીરીમાં નિષ્ફળ જશે અથવા બેદરકારી દાખવશે તો તેને થતી પેનલ્ટી (દંડ) ની રકમ ગયા વર્ષના 25થી વધારીને આ વખતે સીધી 50 પ્રતિ ઘર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટરોને આશરે 37 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આ વર્ષે 7 ઝોનમાં કામગીરી માટે 12 કરોડની જોગવાઈ કરાઈ છે (જ્યારે ગત વર્ષે 11.5 કરોડની જોગવાઈ સામે 5.76 કરોડનો ખર્ચ થયો હતો) અને પ્રત્યેક ઘરની ચકાસણી માટે 5.90નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જયપુરમાં દીકરાએ વૃદ્ધ પિતાને નિર્દયતાથી માર માર્યો:થપ્પડ- મુક્કા મારીને જમીન પર પછાડી દીધા, લાતો મારતો રહ્યો, ઘસડીને રૂમમાં લઈ ગયો; ધરપકડ
    Next Article
    ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલી કાર ઝડપાઈ:અર્ટીકા કારમાંથી 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ, ત્રણ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment