Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં EVM-VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા:પાટડી, ચોટીલા, થાનગઢના રૂટ નંબર- 5 પર મતદારોને જાગૃત કરાયા

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાનો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. પાટડી અને ચોટીલા ખાતેના નિદર્શનમાં નાગરિકોને EVM દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી. આ જનજાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો કરવો અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર 5 પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો. અનેક મતદારોએ ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Shoaib Ibrahim shares Dipika Kakar’s latest reports; says two ‘dots’ have been found in MRI, will start with immunotherapy: ‘Will have to do close scans’
    Next Article
    ‘ક્રોંગ્રેસની દાદાગીરી બહું છે’:‘જેને મત આપવો હોય તેને આપો પણ, અમારી વાત તો સાંભળો’; જામનગર મનપા વોર્ડ 10માં ઉમેદવારો વચ્ચે શાબ્દિક યુદ્ધ, વીડિયો વાઈરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment