Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં EVM કન્ટેનર ઝાડ-ગેટ વચ્ચે એક કલાક ફસાયું:MGVCL ટીમે ડાળીઓ કાપી, માર્ગ મોકળો કરી કન્ટેનરને સુરક્ષિત બહાર કાઢ્યું

    19 hours ago

    ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે EVM મશીનો લઈ જતું એક કન્ટેનર સરકારી પોલિટેકનિક કોલેજના ગેટ પાસે ઝાડ અને ગેટ વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે લગભગ એક કલાક સુધી કામગીરી અટકી પડી હતી. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ફાળવવામાં આવેલા 544 EVM મશીનો જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસ બંદોબસ્ત સાથે વિતરણ માટે પોલિટેકનિક કોલેજ લાવવામાં આવી રહ્યા હતા. કોલેજના મુખ્ય ગેટ પાસે કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી તે ગેટને અડી ગયું હતું. આથી ચાલકે તેને અન્ય ગેટ પરથી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા ગેટ પાસે માર્ગ પર આવેલા ઝાંપાને અડીને એક મોટા ઝાડની ડાળીઓ સાથે કન્ટેનર ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે વાહન વ્યવહાર અને EVM ઉતારવાની કામગીરી અટકી પડી હતી. ઘટનાની જાણ થતાં જ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. MGVCL ટીમે વીજ લાઈનોને નુકસાન ન થાય તે રીતે સાવચેતી રાખીને કટર મશીન વડે ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ ઝાડનો અવરોધ દૂર કરવામાં આવ્યો હતો. માર્ગ મોકળો થતાં કન્ટેનરને સુરક્ષિત રીતે પસાર કરી કોલેજ પરિસરમાં લાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સરકારનો મોટો નિર્ણય:ઔદ્યોગિક એકમો માટે LPG પુરવઠાના નિયમોમાં ફેરફાર, ઉદ્યોગોને મળશે મોટી રાહત
    Next Article
    ચૂંટણી જંગ:કોંગ્રેસે ફાર્મ હાઉસમાં ઉમેદવારો નક્કી કર્યા : ઓઢવ વોર્ડમાં ઉમેદવાર બદલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment