Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર.ઓને EVM ફાળવાયા:પોરબંદર મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે

    2 days ago

    પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકો સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિંગલ અને મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ કરવામાં આવશે ત્યારે હાલ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયા છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રકિયા પૂર્ણ થતાં હાલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેથી હાલ જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.અને પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 165 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે. પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતમાં સિંગલ ચોઈસ ઇ.વી.એમ.મશીન તેમજ મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ ઇ.વી.એમ.નો ઉપયોગ થશે.આ ઇ.વી.એમ.ઉપરાંત ચૂંટણી સાહિત્ય પણ આગામી દિવસોમાં ફાળવણી કરવામાં આવશે. આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવાયા પોરબદર શહેરમાં આવેલ ઇ.વી.એમ.ના સ્ટોગરૂમમાંથી આજે જિલ્લા અને તાલુકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ આર.ઓ.ને ઇ.વી.એમ.ફાળવવામાં આવ્યા હતા.આ તમામ ઇ.વી.એમ.પોલીસ સુરક્ષા સાથે ફાળવવામાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં આ ઇ.વી.એમ.ચકાસણી સહિતની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: અમેરિકામાં ડરામણી પેટર્ન:પરમાણુ સિક્રેટ જાણનારા વૈજ્ઞાનિકો ટપોટપ ગુમ, કેટલાકનાં રહસ્યમય મોત, નાસાથી લોસ એલામોસની લેબ સુધી સન્નાટો
    Next Article
    સિટી એન્કર:એર એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોરની મદદથી 82 જિંદગીઓ બચી, 4 વર્ષમાં 46 અંગ, 36 દર્દી એરલિફ્ટ, સૌથી વધુ 22 અંગ સુરતથી આવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment