Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:એર એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોરની મદદથી 82 જિંદગીઓ બચી, 4 વર્ષમાં 46 અંગ, 36 દર્દી એરલિફ્ટ, સૌથી વધુ 22 અંગ સુરતથી આવ્યાં

    2 days ago

    છેલ્લાં 4 વર્ષમાં અમદાવાદથી પાંચ દર્દીને એર લિફટ કરી ચેન્નઈ, હૈદરાબાદ, તામિલનાડુ અને મુંબઇ લઈ જવાયા છે તેમ જ દેશના વિવિધ શહેરોમાંથી 43 અંગ અને જીવન-રણ વચ્ચે ઝોલાં ખાતાં 18 દર્દીને સમયસર અમદાવાદની હોસ્પિટલમાં પહોંચાડ્યાં છે. 774 લોકોને બોટ એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં પહોંચાડીને સંકટ સમયની સાંકળ સાબિત થઇ છે. 108ના મીડિયા કોમ્યુનિકેશન એનાલિટિક વિભાગના વડા વિકાસ બિહાનીના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં આ સેવા રાજ્યના આરોગ્ય વિભાગ અને જીવીકે-ઇએમઆરઆઇના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી છે. આ ચાર વર્ષ દરમિયાન 108 દ્વારા એર એમબ્યુલન્સની મદદથી 46 અંગ અને 36 વ્યકિતને 108 એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોર અને એર એમ્બ્યુલન્સની ત્વરિત સેવાથી 82 દર્દી અને અંગે એકથી બીજા શહેરની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને માનવતાની મહેક પ્રસરાવી છે. મહત્ત્વની વાત એ છે કે, ચાર વર્ષમાં અમદાવાદમાં સુરતથી સૌથી વધુ 22 અંગો અને એક દર્દીને લવાયાં છે. જ્યારે રાજકોટથી પાંચ અને ભુજથી ચાર, જૂનાગઢથી ચાર, વડોદરાથી બે અને જામનગરથી એક અંગ, અંકલેશ્વર, ગોવા, ભોપાલ સહિત 21 અંગ અમદાવાદમાં લાવીને દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. જ્યારે અમદાવાદથી ચેન્નઈમાં બે, હૈદરાબાદમાં એક, મુંબઈમાં એક અને તમિલનાડુમાં એક દર્દીને તાત્કાલિક અંગો પહોંચાડ્યાં છે. ગુજરાત સહિત દિલ્હી, ગ્વાલિયર, ઈન્દોર, શ્રીનગર અને મોહાલીથી 18 દર્દીને એર લિ‌ફ્ટ કરીને અમદાવાદ લવાયા છે. સુરતથી અમદાવાદ અડધાથી પોણો કલાક લાગે છે એર એમ્બ્યુલન્સમાં આઈસીયુની જેમ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિસ્ટમ અને ડોક્ટરોની ટીમ હોય છે. ગંભીર દર્દીઓ અથવા ટ્રાન્સપ્લાન્ટના અંગોને એક રાજ્યથી બીજા રાજ્યમાં ગણતરીની મિનિટોમાં પહોંચાડી શકાય છે. જેમ કે સુરતથી અમદાવાદ રોડ માર્ગે અંદાજે 4થી 5 કલાકને બદલે એર લિફ્ટ દ્વારા માત્ર અડધાથી પોણો કલાકમાં સુરત એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચાય છે. એર એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મેળવી શકાય?
    Click here to Read More
    Previous Article
    આર.ઓને EVM ફાળવાયા:પોરબંદર મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 ઇ.વી.એમ.નો ઉપયોગ થશે
    Next Article
    "I Know Why Hardik Said 'Don't Have Much To Say'": Ashwin Explains MI Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment