Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની ચૂંટણીને લઈને EVMની ફાળવણી:પોલીસ પ્રોટેકશન સાથે 1014 મતદાન મથકો પર મોકલાયા, 26 એપ્રિલે મતદાન

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની 26મી એપ્રિલના ચૂંટણી યોજવાની છે, ત્યારે આજે 16 એપ્રિલના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. કેનાલ રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. EVMની પેટીને સીલ કરી પોલીસ પ્રોટેક્શન સાથે મોકલવામાં આવી રહ્યા છે. 18 વોર્ડમાં 1014 મતદાન મથકો પર મતદાનનું આયોજન રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે.મૂછારે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈને શહેરના કેના રોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખાના એવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતેથી આજે 16 એપ્રિલના બેલેટ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU)ની ફાળવણી કરવામાં આવી છે. જે સીલ કરી પોલીસ પ્રોટેકશન સાથે અલગ અલગ મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે વધારાના મશિનો પણ રખાયા વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ તમામ મથકો માટે 120 ટકા લેખે કુલ 1217 બેલેટ યુનિટ અને 1217 કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના નલ સે જલના દાવાઓ પોકળ:રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં 28,277 ફ્લેટ ધારકો ટેન્કરના ભરોસે રહેવા મજબૂર, તાત્કાલિક નળ કનેક્શન આપવા લોકોની માંગ
    Next Article
    Ex-IRGC Chief Says It Would Be 'Great' If US Launches Ground Attack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment