Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીને લઈ EVMની ચકાસણી:આનંદનગરમાં કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં બેટરી, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ તપાસી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા

    2 days ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. 3 ઝોન માટે 210 EVMનું ચેકિંગ રાજકોટ પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદનગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVMનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં 3 ઝોન માટે 210 EVMનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 30 કર્મચારીઓ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18ના EVMની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટિકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'મનપા બની છે તો દબાણો હટાવો, રોડ-રસ્તાની સુવિધા આપો':'50 વર્ષથી ટ્રેન ચાલતી હતી તે 5 વર્ષથી બંધ છે તેનું કારણ શું'?; રત્નકલાકારોના ગઢમાં બ્રિજનું કામ, ખરાબ રસ્તાથી હાલાકી
    Next Article
    'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી':'હર દિન સુસાઇડ કરને કા થોટ આતા હે', ગાંધીનગર DPSની ધો.9ની વિદ્યાર્થિની અમદાવાદમાં ચીઠ્ઠી લખીને ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment