Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પહેલી વખત પોલીસનું EV વાહનમાં પેટ્રોલિંગ:IPS સહિત 100થી વધુ પોલીસકર્મીઓએ રથયાત્રાના રૂટનું મોડી રાતે નિરીક્ષણ કર્યું

    1 day ago

    16 જુલાઈએ જગન્નાથજીની રથયાત્રા યોજાવવાની છે તે અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ગત(29 જૂન) મોડી રાતે અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગમાં જેસીપી, ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. આ તમામે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. IPS સહિત 100થી વધુ પોલીસકર્મીઓનું EVમાં પેટ્રોલિંગ રથયાત્રા અગાઉ દર વર્ષે રૂટ પર અનેક વખત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, ત્યારે ગત મોડી રાતે સેકટર 1 જેસીપી નીરજા બડગુજર, ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી, ગાયકવાડ હવેલી પીઆઈ, કાલુપુર પીઆઇ, ખાડિયા પીઆઇ અને શહેરકોટડા પીઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસકર્મીઓએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. 'ક્લીન એન્ડ ગ્રીનના હેતુ સાથે પેટ્રોલિંગ કરાયું હતું' સેકટર 1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, દર વર્ષે પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ઇલેક્ટ્રિક વાહન પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે ક્લીન એન્ડ ગ્રીનના હેતુ સાથે કરવામાં આવ્યું હતું.સમગ્ર રૂટ પર એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આગામી દિવસમાં પણ ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યા પહોંચેલા યુપી કોંગ્રેસ અધ્યક્ષ નજરકેદ:પત્નીએ કહ્યું- જીવને જોખમ, ટ્રસ્ટ ઓફિસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી
    Next Article
    નિકોલમાં વસ્ત્રાપુર જેવું ‘હાટ’ બનશે:કોન્ફરન્સ રૂમ અને VIP લાઉન્જ હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment