Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્દોરમાં EV ચાર્જિંગથી આગનો વીડિયો સામે આવ્યો:આઠ લોકોના મોત, 4 ગંભીર, વીજળી ગુલ થતા ઘરનું ઈલેક્ટ્રોનિક લોક ન ખુલ્યું

    2 days ago

    ઈન્દોરના બંગાળી ચોક પાસે આવેલી ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બુધવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ઉદ્યોગપતિ મનોજ પુગલિયાના ઘરે એક ઇલેક્ટ્રિક કાર (EV) ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, ત્યારે તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગે ત્રણ માળના મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ભયાનક દુર્ઘટનામાં મનોજ પુગલિયા સહિત 8 લોકોના બળી જવાથી મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને ઘરમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો સુધી પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં એક પછી એક સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના ધડાકાથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી શકી નહોતી. અકસ્માત સંબંધિત ફોટોઝ… ઘરમાં રાખેલા કેમિકલમાં પણ આગ લાગી ઇન્દોરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, 'પ્રાથમિક તપાસ મુજબ, ઘરની બહાર એક ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ કરવામાં આવી રહી હતી અને તેનો ચાર્જિંગ પોઇન્ટ ફાટી ગયો. ત્યારબાદ આગ ગાડીમાંથી ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની અંદર 10થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ફાટી ગયા. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘર મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હતા. ઘરમાં કેટલાક એવા કેમિકલ પણ રાખવામાં આવ્યા હતા જે જ્વલનશીલ હતાં.' આ દુર્ઘટનામાં આ લોકોના મોત થયા આ 3 લોકો ઘાયલ થયા વીજળી પુરવઠો બંધ થયો, ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક ખુલ્યા નહીં પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે 4 વાગ્યે આગ લાગવાની જાણ થઈ. તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. ફાયર ટીમે પહોંચીને સતત આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ત્રણ માળનું મકાન છે જ્યાં મનોજ સેઠિયાનો પરિવાર રહેતો હતો. પ્રારંભિક કાર્યવાહીમાં ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 6 લોકોના મોત થયા છે. પ્રારંભિક અનુમાન મુજબ, ઘરની બહાર ચાર્જ થઈ રહેલા એક ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઈન્ટ પર વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી. આગ પહેલા વાહનમાં ફેલાઈ અને પછી ધીમે ધીમે ઘરની અંદર પહોંચી ગઈ. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક લાગેલા હતા. આગ લાગવા દરમિયાન જ્યારે વીજળી સપ્લાય બંધ થઈ ત્યારે આ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો. સંભાવના છે કે ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં પણ આગના કારણે વિસ્ફોટ થયો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
    Click here to Read More
    Previous Article
    Beyond Romeo and Juliet: Lesser-known tragic romances from history
    Next Article
    આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદના મારની શક્યતા:કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાંની આગાહી, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment