Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. જય ધ્રુવના પોડને EUના 27 દેશમાં સુરક્ષા:ભારત અને બ્રિટન પછી ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ની નોંધણી

    7 hours ago

    પાટણના સંશોધક, શિક્ષણવિદ્ અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવના ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી છે. EUIPOએ એક જ નોંધણી હેઠળ આ સુરક્ષા આપી છે. ભારત અને બ્રિટન પછી આ નોંધણી થઈ છે. EUIPOએ ડૉ. જય ધ્રુવની શોધને ‘બૂથ્સ’ (Booths) કેટેગરીમાં રજિસ્ટ્રેશન નંબર 015149688-0001 હેઠળ નોંધાવી છે અને તેનું સત્તાવાર પ્રકાશન કર્યું છે. આ નોંધણીથી EUના 27 સભ્ય દેશોમાં શોધને કાયદાકીય સુરક્ષા મળી છે. આ દેશોમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ, પોલેન્ડ, ગ્રીસ, ચેકિયા, હંગેરી, રોમાનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા અને સાયપ્રસનો સમાવેશ થાય છે. ભારત સરકારે અગાઉ ડૉ. જય ધ્રુવને ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ માટે પેટન્ટ આપી હતી. બ્રિટનમાં પણ તેમની ટેક્નોલોજીકલ ડિઝાઇનોની બૌદ્ધિક સંપદા નોંધણી થઈ છે. બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધતા માનસિક તણાવ, ચિંતા અને એકાગ્રતાના અભાવને ધ્યાનમાં રાખીને તેમણે આ પોડ બનાવ્યો છે. તેનો હેતુ માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ, સંશોધન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રે કામ કરતા ડૉ. જય ધ્રુવે કહ્યું કે ભારતના યુવાનો દુનિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સાથે નવી ટેક્નોલોજી પણ બનાવે, એવું તેમનું સ્વપ્ન છે. તેમણે કહ્યું કે તેમની નવી શોધો ભારતની સંશોધન શક્તિને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. ભારત માત્ર ટેક્નોલોજીનું મોટું બજાર નહીં, પરંતુ દુનિયાને નવી દિશા આપતું ઇનોવેશન હબ બને તેવી તેમણે આશા વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના જળાશયોમાં પાણી છોડવાની ધારાસભ્યની માંગ:ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા-સિંચાઈ મંત્રીને લેખિત રજૂઆત કરી
    Next Article
    વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માત,:ડમ્પર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કરથી દંપતીનું મોત, ઉત્તર ક્રિયાથી પરત ફરતા'તા; 3ને ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment