Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન મોંઘી થશે, EMI વધશે:RBIએ 4 વર્ષમાં પહેલીવાર વ્યાજ દર વધાર્યા, 5.25% થી વધારીને 5.50% કર્યા; મોંઘવારી કાબૂમાં લેવા માટે નિર્ણય

    15 hours ago

    આવનારા દિવસોમાં બેંકમાંથી લોન લેવી મોંઘી થઈ જશે. એવું એટલા માટે, કારણ કે RBIએ રેપો રેટ 5.25% થી વધારીને 5.50% કરી દીધો છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી લોન મળે છે. RBIએ 4 વર્ષ પછી આ વધારો કર્યો છે. RBIની મોનિટરિંગ પોલિસી કમિટી, એટલે કે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 7 ઓક્ટોબરે નવા વ્યાજ દરોની માહિતી આપી હતી. મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે 3 સવાલોના જવાબોથી જાણો રેપો રેટ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો સવાલ 1: રેપો રેટ શું હોય છે? જવાબ: રેપો રેટ એ વ્યાજ દર છે, જેના પર RBI બેંકોને ટૂંકા સમય માટે લોન આપે છે. આ દરના આધારે બેંકો પોતાની લોનના વ્યાજ દર નક્કી કરે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી, એટલે કે MPC, દર બે મહિને તેની સમીક્ષા કરે છે. સવાલ 2: રેપો રેટ બદલાવાથી EMI પર શું અસર પડે છે? જવાબ: જો રેપો રેટ વધે છે, તો બેંકો માટે લોન મોંઘી થઈ જાય છે. આવી સ્થિતિમાં બેંકો પણ લોન મોંઘી કરી દે છે. જ્યારે રેપો રેટ ઘટે છે, ત્યારે લોન સસ્તી થવાની અને EMI ઘટવાની સંભાવના રહે છે. જોકે, તેની અસર માત્ર એવી લોન પર પડે છે, જેના વ્યાજ દર રેપો રેટ સાથે જોડાયેલા હોય છે. સવાલ 3: રેપો રેટ અને મોંઘવારી વચ્ચે શું સંબંધ છે? જવાબ: જ્યારે મોંઘવારી વધે છે, ત્યારે RBI ઘણીવાર રેપો રેટ વધારે છે અથવા તેને ઘટાડતો નથી. તેનાથી બેંકો માટે લોન મોંઘી થઈ જાય છે. બેંકો પણ લોન પર વધુ વ્યાજ વસૂલે છે. આ સ્થિતિમાં લોકો ઓછું દેવું લે છે અને ખર્ચ પણ ઓછો કરે છે. તેનાથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળે છે. બીજી તરફ, જ્યારે મોંઘવારી ઘટે છે, ત્યારે RBI રેપો રેટ ઘટાડી દે છે. તેનાથી લોન સસ્તી થાય છે અને લોકો વધુ ખર્ચ તથા રોકાણ કરે છે. 2026માં 3 બેઠકોમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી 2026માં અત્યાર સુધી RBIની 3 બેઠકો યોજાઈ ચૂકી છે. એપ્રિલ, જૂન અને ઑગસ્ટમાં યોજાયેલી ત્રણેય બેઠકોમાં રેપો રેટ 5.25% પર જ યથાવત્ રાખવામાં આવ્યો હતો. એટલે કે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. નોલેજ બોક્સ: રેપો રેટનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો 1917માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેંકો પર કરનો ભાર વધી ગયો હતો, જેના કારણે તેમના માટે ધિરાણ લેવું મોંઘું પડી રહ્યું હતું. કરથી બચવા અને બેંકોને સરળતાથી નાણાં આપવા માટે ફેડે રેપો સિસ્ટમ શરૂ કરી. સમય જતાં નિયમોમાં ફેરફાર થયો: કોણ લઈ શકે: શરૂઆતમાં માત્ર સભ્ય બેંકો જ તેમાં સામેલ હતી, ત્યારબાદ 1950ના દાયકામાં પ્રાથમિક ડીલરો જોડાયા અને આજે બેંકો તથા ડીલરો બંને તેમાં સામેલ છે. વ્યાજ દરો: શરૂઆતમાં તે નિશ્ચિત ડિસ્કાઉન્ટ દર પર આધારિત હતું, ત્યારબાદ બજારના દરો સાથે જોડાયું અને હવે અમેરિકાની FOMC સમિતિ તેને નક્કી કરે છે. જામીનગીરી: શરૂઆતમાં સરકારી અને યુદ્ધ બોન્ડ્સ ગીરવે રાખવામાં આવતા હતા, બાદમાં ટ્રેઝરી સિક્યોરિટીઝ અને 1999 પછી મોર્ગેજ સાથે જોડાયેલા બોન્ડ્સ પણ સ્વીકારવામાં આવવા લાગ્યા. આજની સ્થિતિ: 1917થી લઈને આજ સુધી રેપોનું માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તે અમેરિકન અર્થતંત્ર અને બેંકિંગ સિસ્ટમમાં નાણાંના પ્રવાહ એટલે કે લિક્વિડિટીને નિયંત્રિત કરવાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે.
    Click here to Read More
    Previous Article
    કાઉન્સિલરની વારંવાર રજૂઆત છતાં ઢાંકણા નહીં, ‘ઉપલબ્ધ નથી’નો જવાબ:દહેગામ વોર્ડનં. 3માં ખુલ્લી ગટરથી નાગરિકોને અકસ્માત થવાનો ભય
    Next Article
    રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદો સામે FIR:આકાશવાણી ઓફિસમાં બળજબરીથી ઘૂસવાનો આરોપ; ગઈકાલે 8 કલાક સુધી ધરણાં પર બેઠા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment