Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: યુદ્ધના ખર્ચે મહાસત્તાને ધ્રૂજાવી:અમેરિકાની ઐસીતૈસી, હોર્મુઝ ખોલવા યુરોપનો પ્લાન-B તૈયાર, ભાઠે ભરાયેલા ટ્રમ્પે ધર્મનાં નામે પોલિટિકલ પેંતરો કર્યો

    2 days ago

    શું તમે કલ્પના કરી શકો છો કે તમે આટલું વાંચ્યું ત્યાં સુધીમાં તો અમેરિકાએ 20 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હશે? જી હાં! માનવામાં નહીં આવે પણ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા દર સેકન્ડે સાડા અગિયાર હજાર ડોલર એટલે કે 9.60 લાખ રૂપિયા વાપરી રહ્યું છે. એવામાં એવો માહોલ બની રહ્યો છે કે અમેરિકા પાસે લડવા રૂપિયા અને દારૂગોળો તો છે પણ ખર્ચ કરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલા માટે જ ડેડલાઈન પર ડેડલાઈન આપે છે પણ કંઈ કરી શકતું નથી. એક બાજુ ઈરાને હોર્મુઝ બ્લોક કરીને દુનિયાની આર્થિક નસ દબાવી છે તો બીજીબાજુ અમેરિકા ખર્ચા કરીને હાંફી ગયું છે. યુદ્ધમાંથી પાછળ હટવાની ચર્ચાઓ રોકવા માટે ટ્રમ્પે ધર્મનો સહારો લીધો છે. વોશિંગ્ટનમાં તે બાઈબલ વાંચવામાં અને વેચવામાં મસ્ત છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ બધુ થઈ જ રહ્યું છે ત્યારે લંડનમાં 30 દેશોએ અમેરિકાને સાઈડલાઈન કરીને હોર્મુઝ ખોલવા માટે પ્લાન-બી તૈયાર કર્યો છે. આપણાથી હજારો કિલોમીટર દૂર શું ખીચડી રંધાઈ રહી છે જેની આપણા રસોડાને અસર પડી શકે? આજે આપણે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર... બ્રાઉન યુનિવર્સિટીની વોટસન ઈન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે અમેરિકા અત્યારે જે યુદ્ધ લડી રહ્યું છે તેની કિંમત સામાન્ય માણસની સમજ બહાર છે. રિપોર્ટ મુજબ રોજ 1-2 બિલિયન ડોલરનો ખર્ચો થઈ રહ્યો છે. વધુ સહેલાઈથી સમજીએ તો દર કલાકે 390 કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમેરિકાએ 24 બિલિયન ડોલરથી પણ વધુ રકમ ઉડાવી દીધી છે જ્યારે ઈઝરાયલે 11.2 બિલિયન ડોલર યુદ્ધમાં વાપરી નાખ્યા છે. આ સાંભળતા એક સવાલ થાય કે રૂપિયા તો ખર્ચ થઈ રહ્યા છે! પણ વાપરવામાં ક્યાં આવી રહ્યા છે? જવાબ છે અમેરિકાના સૈનિકોના પગાર કે ભથ્થામાં નહીં પણ ટેક્નોલોજીવાળા એડવાન્સ હથિયારો અને મોંઘા દારૂગોળામાં. ઈરાન સસ્તા ભાવના ડ્રોનથી અમેરિકાના મોંઘા હથિયારો પર હુમલો કરે છે. જેના કારણે ઈરાનને ઓછું નુકસાન થાય છે પણ અમેરિકાને આર્થિક કમર ભાંગી જાય એવું નુકસાન થાય છે. ક્યાં 20 હજાર ડોલરનું ડ્રોન અને ક્યાં 20 લાખ ડોલરની ઈન્ટરસેપ્ટર મિસાઈલ, આ આર્થિક રીતે થકવી દેતી યુદ્ધ રણનીતિ છે. ટ્રમ્પ સરકાર અત્યારે યુદ્ધને લંબાવવા માટે વધારાના 200 બિલિયન ડોલર એટલે 18 લાખ 76 હજાર કરોડ રૂપિયાની માગ કરી રહ્યું છે. જો કે એક વાત એવી પણ છે કે આવનાર વર્ષમાં ડિફેન્સમાં ખર્ચો કરવા માટે 1.5 ટ્રિલિયન ડોલર એટલે 1 કરોડ 40 લાખ 70 હજાર કરોડ રૂપિયાના જંગી બજેટની પણ માગ ટ્રમ્પ સરકાર કરી રહી છે. આ રકમના કારણે જાહેર સેવાઓના રૂપિયા ઓછા ફળવાશે અને લોકોને તેનો ઓછો લાભ મળશે. શું અમેરિકાનો દારૂગોળો ખૂટ્યો છે? અમેરિકા માટે સૌથી મોટું ટેન્શન પૈસા નથી, પણ હથિયારો બનાવવાની ફેક્ટરી અને પ્રોડક્શનની સ્પીડ છે. આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ રશિયા અને યુક્રેનની વોર થઈ હતી. આ સિવાય દાયકાઓથી મિડલ ઈસ્ટ અને આફ્રિકન દેશો સાથે સંઘર્ષો ચાલી રહ્યા છે. જેણે અમેરિકાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ બેઝને નબળો પાડી દીધો છે. ખાસ કરીને 155 એમએમના આર્ટિલરી શેલ કારણ કે તેની માત્રા ઓછી થઈ રહી છે તેવા રિપોર્ટ્સ છે. જો કે અમેરિકા હવાઈ હુમલા કરે છે તે પણ ધ્યાને લેવું જોઈએ.. અમેરિકાને કેમ યુદ્ધ લડવામાં ફાંફાં? ડિફેન્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુક્રેન અને ઈઝરાયલમાં શેલનો વપરાશ થઈ રહ્યો છે તે પ્રોડક્શન કરતા ઘણો વધારે છે. જ્યારે અમેરિકા મહિને પ્રોડક્શન 40 હજારથી વધારીની 1 લાખ સુધી પહોંચાડવા માગે છે. ત્યારે વાસ્તવિકતા એ છે કે કાચા માલની કમી અહીં મેઈન પ્રોબ્લમ બની રહી છે. નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટનની ગ્લોબલ ક્રાઈસના કારણે ગન પાઉડર બનાવવાની પ્રોસેસ પણ ધીમી ડપી રહી છે. વધુમાં લોકહીડ માર્ટિન જેવા યુનીટ્સમાં થયેલી મજૂર હડતાલે મિસાઈલ પ્રોડક્શનને ખોરવી નાખ્યું છે. આમાં પણ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એડવાન્સ વેપન માટે જે ગેલિયમ વાપરવામાં આવે છે તેનો મોટા ભાગનો કન્ટ્રોલ ચીન પાસે છે. આના માટે અમેરિકાને અત્યારે યુદ્ધ લડવામાં વેપન્સની તકલીફ પડી રહી છે. હોર્મુઝ પર કબજો મોટું ટેન્શન મેદાનથી દરિયા બાજુ આવીએ તો પરિસ્થિતિ તેનાથી પણ ખતરનાક છે. 28 ફેબ્રુઆરી 2026ના ઈરાન પર થયેલા સીધા હુમલા પછી ઈરાને પોતાનું સૌથી શક્તિશાળી હથિયાર હોર્મુઝની નાકાબંધી કરીને વાપર્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે આ દરિયાઈ પટ્ટીને ચેકપોસ્ટ કે ટોલગેટ બનાવી દીધી છે જેના કારણે તેલ અને ગેસમાં વર્લ્ડવાઈડ ક્રાઈસિસ ઉભી થઈ ગઈ છે. 20 હજારથી વધુ મોતના સાયા હેઠળ જેના કારણે ગ્લોબલ સપ્લાઈમાં મોટો જંગી ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં રોજ 100થી પણ વધુ જહાજો પસાર થતાં હતાં ત્યાં આજે માત્ર ગણ્યાં ગાંઠ્યા જહાજો જ હોર્મુઝ પાસ કરી રહ્યા છે. 120થી વધુ દેશોમાં તેલના ભાવ પણ વધી રહ્યા છે. માટે એક મોંઘવારીનો મારો દુનિયાભરમાં છવાઈ રહ્યો છે. આના કારણે આફ્રિકામાં જતા ખાતરની સપ્લાયને પણ પડ્યા પર પાટું લાગ્યું છે. ઉપરથી એક રિપોર્ટ મુજબ 20 હજારથી વધુ લોકો પર્શિયન ગલ્ફમાં મોતના સાયા હેઠળ જીવી રહ્યા છે. અમેરિકા વિના હોર્મુઝ ખોલવાનો યુરોપિયન પ્લાન આજના સૌથી મોટા સમાચાર અને ડિપ્લોમેટિક ફેરફાર આ છે. યુરોપ હવે અમેરિકા પર સોયની અણિ જેટલો પણ ભરોસો કરવા તૈયાર નથી. આજે લંડનમાં યુકે અને ફ્રાન્સની લીડરશીપમાં 30થી વધુ દેશોની મીટિંગ થઈ. આ મીટિંગનો મેઈન ઉદ્દેશ્ય એ હતો કે હોર્મુઝ ખોલવામાં આવે, તેમાં રહેલી માઈન્સને ક્લિયર કરવામાં આવે અને કોમર્શિયલ જહાજોની રક્ષા કરવામાં આવે. તેનાથી પણ મોટી વાત એ છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને મારે યુરોપની જરૂર નથી એવા નિવેદનોએ યુરોપને પોતાનો અલગ જ રસ્તો બનાવવા માટે મજબૂર કર્યા છે. બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટર જોન હિલી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્લાન બી તૈયાર કરી લીધો છે. આ 30 દેશોનું ગઠબંધન હોર્મુઝ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ એ જ યુરોપ છે જે એક સમયે અમેરિકાની છત્રછાયામાં મોજ કરતું હતું પણ હવે એકલા ચાલો રેમાં મજબૂર બન્યું છે. પાકિસ્તાનની છબી તેને મદદ કરશે? જ્યારે દુનિયાના શક્તિશાળી દેશો સંઘર્ષમાં અટવાયેલા છે, ત્યારે ઈસ્લામિક દેશ હોવાનો પાકિસ્તાનને ફાયદો મળ્યો છે. દાયકાઓ સુધી આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરનાર ઇસ્લામાબાદ આજે અમેરિકા અને ઇરાન વચ્ચે સંદેશવાહક તરીકે ઉભરી આવ્યું છે. આ પાછળનું કારણ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના અંગત સંબંધો છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. ટ્રમ્પે મુનીરને ફેવરિટ ફિલ્ડ માર્શલ તરીકે નવાજ્યા છે, જે કહી જાય છે કે પાકિસ્તાને ટ્રમ્પના પ્રશંસાના મોહનો બરોબરનો ઉપયોગ કર્યો છે. આ સંબંધોને વધુ મજબૂત કરવા પાકિસ્તાને ટ્રમ્પના ફેમિલિ બિઝનેસ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ સાથે પણ ભાગીદારી કરી છે, આનાથી પણ પાકિસ્તાનને ફાયદો થઈ શકે એમ છે. ટ્રમ્પ હવે ભગવાન ભરોસે પણ પાડોશી દેશથી ફરી પાછા અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પ પોતાના દેશમાં એક અલગ જ જંગ લડી રહ્યા છે. જે છે સાયકોલોજીકલ અને રિલિજિયસ નેશનાલિઝમ. 19 થી 25 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટન DCના બાઇબલ મ્યૂઝિયમમાં "અમેરિકા બાઇબલ વાંચે છે" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પે પોતે બાઇબલના અંશો વાંચ્યા હતા, જેનો હેતુ અમેરિકાને એક ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે ફરીથી સ્થાપિત કરવાનો છે. જો કે બંધારણ મુજબ અમેરિકાનો કોઈ ચોક્કસ ધર્મ નથી તે વાત અલગ છે. ધર્મને પણ વેચવાનો બાકી ન રાખ્યો ખતરનાક ટ્રમ્પને અચાનક સંત એટલા માટે બનવું પડ્યું કારણ કે તેમની એક પોસ્ટ મામલે હમણા વિવાદ થઈ ગયો છે. ટ્રમ્પે ગોડ બ્લેસ ધ યુએસએ બાઈબલ પણ પ્રોમોટ કરી છે જેની કિંમત 1 હજાર ડોલર રાખવામાં આવી છે. આ બાઈબલમાં પવિત્ર લખાણોની સાથે અમેરિકન બંધારણ અને આઝાદીની ઘોષણા પણ કરવામાં આવી છે. ક્રિટિક્સનું કહેવું છે કે વેપારી ટ્રમ્પે ધર્મને પણ વેચાવાનો બાકી નથી રાખ્યો. પણ ટ્રમ્પ માટે આવનાર મિડ ટર્મ ઈલેક્શનમાં ધર્મ મોટું હથિયાર સાબિત થઈ શકે છે માટે તેઓ સમજી વિચારીને ધર્મનું વેપારીકરણ કરી રહ્યા છે. ટ્રમ્પ અને પોપનો શાબ્દિક ડખો માત્ર આટલું જ નહીં ટ્રમ્પ આવું એટલા માટે પણ કરી રહ્યા છે કારણ કે તેનો ડખો હમણાં વેટિકન પોપ XIV સાથે થઈ ગયો હતો. પોપે અત્યારે ઈરાની સભ્યતાને નષ્ટ કરી દેવાની ટ્રમ્પની પોસ્ટની ટિકા કરી ત્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોપ વિશે અનાફ-શનાફ વાત કહી હતી. વધુમાં ટ્રમ્પે પોતાને ઈસુ ખ્રિસ્ત લેવલના ગણાવતી પોસ્ટ કરી હતી જેણે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. ટ્રમ્પના કટ્ટર સમર્થક લોકો તેને ઈશ્વરે મોકલેલા દૂત માને છે તો અમેરિકાનો બીજો પણ સમાજ છે જે આને લોકશાહી અને ધર્મ માટે અપમાન ગણે છે. અમેરિકા હવે પાવરફૂલ નથી રહ્યું? દુનિયા હવે અમેરિકા સેન્ટર્ડ નથી રહી. અમેરિકાની શસ્ત્ર અછત અને આંતરિક રાજકીય વિખવાદે તેને નબળું પાડ્યું છે. સૌથી મોટો રોલ ટ્રમ્પના સ્વભાવનો છે કારણ કે તેના કારણે અનેક દેશોના સંબંધો અમેરિકા સાથે બગડ્યા છે. આજે દુનિયા સામે 3 મોટા સવાલો ઉભા છે કે 1) શું વેપન પ્રોડક્શનની મંદી અમેરિકાને વિદેશ નીતિ બદલવા મજબૂર કરશે? 2) શું લંડન ગઠબંધન બળપ્રયોગ વગર હોર્મુઝ ખોલાવી વેપારને પાટે લાવી દેશે? 3) શું ટ્રમ્પનું ધાર્મિક કાર્ડ અમેરિકાને જોડશે કે તોડશે? અને છેલ્લે ઇસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનના આર્મી જનરલ ચીફ મુનીર પાસે અમેરિકા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. IRNA મુજબ મુનીર ઈરાનને એવી ડીલ પર હસ્તાક્ષર કરવા માટે કહી રહ્યા હતા જે ઈરાની સાર્વભૌમત્વ વિરુદ્ધ છે. સ્થાનિક ઈરાની મીડિયાએ તો મુનિરને ટ્રમ્પના ઈશારે નાચનારા કહી દીધા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ‘I am personally sorry for inconvenience’: Mahajan after woman confronts him, saying ‘get out of here’
    Next Article
    વર્ષોથી નાસતા બે રીઢા આરોપીઓ ઝડપાયા:​જુનાગઢ પોલીસે જુગાર અને અપહરણના ગુનામાં 4 વર્ષથી ફરાર બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment