Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ બહાર રામ મંદિર ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન:રાજ્યસભામાં ખડગે બોલ્યા- ED- CBI ક્યાં છે, રિજિજુએ કહ્યું- વિપક્ષના મગરના આંસુ; લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

    12 hours ago

    લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે માત્ર 3 મિનિટ જ ચાલી શકી. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સંસદની કાર્યવાહી પહેલા વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વાર પર રામ મંદિર દાન ચોરીના મામલે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક નેતાઓએ 'ચંદા ચોર'ના નારા લગાવ્યા. સવારે પીએમ મોદી સંસદ પરિસરમાં આવેલા જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમમાં NDA સંસદીય દળની સાપ્તાહિક બેઠક 'મંગલ મિલન'માં પહોંચ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સહિત NDAના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો. સંસદના ચોમાસુ સત્રનો આજે 12મો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ' રજૂ કરશે. આ બિલમાં ટેક્સ સંબંધિત વિવિધ કાયદાઓમાં સુધારાનો પ્રસ્તાવ છે. બીજી તરફ, INDIA ગઠબંધનના સાંસદો સંસદ પરિસરમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. વિપક્ષ રામ મંદિરમાં ચોરી અને 20 જુલાઈના વિદ્યાર્થી આંદોલન પર પોલીસ કાર્યવાહીને લઈને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રની ત્રણ તસવીરો... સંસદ સત્રની કાર્યવાહી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે પાકિસ્તાનને મધ્યસ્થી મુદ્દે ઠેંગો બતાવ્યો...:ઈરાની સુપ્રીમ લીડરે રાષ્ટ્રપતિને કહ્યું, સેના કહેશે તેમ જ સરકાર ચાલશે, કમાન્ડર વાહિદીને અંતિમ નિર્ણયનો અધિકાર
    Next Article
    'અમિત ઠાકર MLA-ભાજપ ન્યાય દિલાના':'મેરી મોત કી વજહ યહ દોનો હૈ'; પિતા-પુત્રના ફોટા સાથેનું વોટ્સએપ સ્ટેટસ મૂકી અમદાવાદના યુવકે ગળાફાંસો ખાધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment