Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેક્સા એવરગ્રીન સ્કીમ ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી:ફ્રીઝ તેમજ એટેચ કરાયેલી સંપત્તિનો આંકડો 52 કરોડે પહોંચ્યો, ધોલેરામાં રોકાણના નામે રોકાણકારો પાસેથી પૈસા મેળવ્યા'તા

    22 hours ago

    ધોલેરા સ્માર્ટ સિટીના નામે છેતરપિંડી અને નેક્સા એવરગ્રીન પોંઝી સ્કીમ ફ્રોડ કેસમાં પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જયપુર એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટે કુલ રૂ. 34.91 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. જેમાં ઇડી દ્વારા ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધૂકામાં આવેલી જમીનો અને રેસિડેન્શિયલ પ્લોટ્સ, અમદાવાદ અને સીકરમાં આવેલા રેસિડેન્શિયલ ફ્લેટ્સ, સીકરમાં એક પ્લોટ અને ગોવાના કલાંગુટ ખાતે આવેલા શાઇનિંગ સેન્ડ બીચ રિસોર્ટમાં 45% શેરહોલ્ડિંગ સહિત આશરે રૂ. 29.37 કરોડના મૂલ્યની 69 સ્થાવર મિલકતો સામેલ છે. આ ઉપરાંત, વિવિધ નેક્સા એવરગ્રીન સંસ્થાઓના નામે રહેલા 26 બેંક ખાતાઓમાં જમા રૂ. 5.54 કરોડ પણ કામચલાઉ ધોરણે એટેચ કર્યા છે. આમ અત્યાર સુધીમાં ઇડીની કાર્યવાહી દરમિયાન એટેચ અને ફ્રીઝ કરાયેલી સંપત્તિ આશરે રૂ. 52 કરોડ સુધી પહોંચી ગઈ છે. EDની તપાસમાં ચોંકાવનારો ખુલાસો મુખ્ય આરોપીઓ રણવીર બિજાર્ણિયા અને સુભાષચંદ્ર બિજાર્ણિયા આ નેક્સા એવરગ્રીન ગ્રૂપના મુખ્ય આર્કિટેક્ટ અને સંચાલકો હતા તથા સમગ્ર કૌભાંડ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ હતું. તેમણે રોકાણકારોને એવી લાલચ આપી હતી કે તેમના નાણાં ગુજરાતના 'ધોલેરા સ્માર્ટ સિટી' ખાતે લેન્ડ ડેવલપમેન્ટ અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવશે. રોકાણકારોને 60 અઠવાડિયા સુધી દર અઠવાડિયે 3% ગેરંટેડ વળતર અથવા પ્લોટ ફળવવાનું વચન આપીને આકર્ષવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મલ્ટી-લેવલ રેફ્રલ સ્કીમ હેઠળ નવા રોકાણકારો લાવવા પર વધારાનું કમિશન અને લેપટોપ, મોટરસાયકલ તેમજ કાર જેવા આકર્ષક ઇનામોની ઓફ્ર પણ આપવામાં આવતી હતી. વર્ષ 2019 થી 2023 દરમિયાન નેક્સા એવરગ્રીન ગ્રૂપ દ્વારા મોટાભાગના રોકાણકારો પાસેથી અંદાજે રૂ.2,676 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. કંપનીના સોફ્ટવેર ડેટા મુજબ, 47,664 રોકાણકારોને તેઓએ રોકાણ કરેલી રકમ કરતાં ઓછી રકમ પરત મળી હતી, જેમાં કુલ રૂ. 932.54 કરોડની ઘટ જોવા મળી છે. આરોપીઓએ ગુનાહિત ભંડોળને ડાયવર્ટ કરવા અને તેની લેયરિંગ કરવા માટે સહયોગીઓના નામે શેલ કંપનીઓ, એલએલપી, ભાગીદારી પેઢીઓ અને પ્રોપ્રાઇટરશિપની મોટી જાળ ઊભી કરી હતી. આ નાણાંનો ઉપયોગ જૂના રોકાણકારોને વળતર ચૂકવવા (પોંઝી સ્કીમ) અને સ્થાવર મિલકતો ખરીદવા માટે વ્યવસ્થિત રીતે કરવામાં આવતો હતો જેથી ફ્ંડનો સાચો સ્ત્રોત છુપાવી શકાય. સોફ્ટવેર પ્લેટફેર્મ, બેંકિંગ ઓપરેશન્સ અને ફ્ંડ્સનું ડાયવર્ઝન મુખ્ય આરોપીઓના સીધા નિર્દેશ હેઠળ જ થતું હતું.
    Click here to Read More
    Previous Article
    Sports Minister Mansukh Mandaviya Proposes BRICS Repository To Preserve Traditional And Indigenous Sports
    Next Article
    આઈસ્ક્રીમ ખાવા ગયેલી 37 વર્ષીય મહિલાનું માતાની નજર સામે મોત:જમાઈ સાથે વાતચીતની અદાવતમાં મહિલા-પુત્રીઓએ ઝાપટો મારી, ધક્કામુક્કીમાં નીચે પટકાતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment