Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાઠગ દંપતી દ્વારા કરોડોની છેતરપિંડીમાં EDની એન્ટ્રી:ઠગાઈનો આંકડો 33 કરોડે પહોંચ્યો, નાણાં ક્રિપ્ટોમાં ડાયવર્ટ થયાની આશંકા; ગાંધીનગરમાં EDની રોકાણકારોને નોટિસ

    2 days ago

    ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ગાંધીનગરના નિવૃત સચિવના મહાઠગ પુત્ર નીરવ અને પુત્રવધુ મીરા દવેના કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે 33 કરોડે પહોંચી ચૂક્યો છે. આ ઠગાઈમાં હજી પણ નામાંકિત બિલ્ડરો, ડોકટરો અને વેપારી સહિત ભોગ બનનાર 17 જેટલા લોકો સામે આવે તો ઠગાઇનો આંકડો 80 કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. એવામાં હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ પણ ઝંપલાવતા સમગ્ર કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કરોડોની ઠગાઈના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. EDએ ભોગ બનનાર વેપારીઓને ઇન્વેસ્ટમેન્ટ માટેના નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારીને એક મહિનાનું અલ્ટીમેટમ આપતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર શાતિર મહાઠગ નીરવ દવે સહિત તેના નિવૃત નાયબ સચિવ પિતા અને પુત્ર જેલની હવા ખાતા ખાતા જામીન પર છૂટવા માટેના હવાતિયા મારી રહ્યાં છે. મહાઠગની પત્ની ભૂર્ગભમાં ઉતરી ગઈ! બીજી તરફ શરૂઆતથી જ મહાઠગની પત્ની મીરા દવે રહસ્યમય રીતે પોલીસને હાથતાળી આપી ભૂર્ગભમાં ઉતરી ગઈ છે. જેથી ભોગ બનનાર વેપારીઓની પૈસા પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. પિતા અને પુત્ર સાથે મહાઠગ નીરવ જેલમાં ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા મહાઠગ દંપતિએ રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો બનાવી અનેક વેપારીઓને કરોડોનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ પ્રકરણમાં મહાઠગ નીરવ તેના નિવૃત નાયબ સચિવ પિતા મહેન્દ્ર અને પુત્ર યજત સેન્ટ્રલ જેલમાં રહી જામીન મેળવવા હવાતિયા મારી રહ્યાં છે. 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો આ સમગ્ર ઠગાઈની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી.અમદાવાદના વેપારી ભાવિકભાઈ પટેલ સાથે નીરવ દવેનો પરિચય વર્ષ 2004માં થયો હતો. એ વખતે નીરવ ઇન્ફોસિટીમાં એરટેલની એજન્સી ચલાવતો હતો. આ પરિચયના વિશ્વાસે વર્ષ 2023માં નીરવે વડનગરના શર્મિષ્ઠા તળાવના મેન્ટેનન્સનું નકલી ટેન્ડર બતાવી ભાવિકભાઈ અને તેમના મિત્રો પાસેથી 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો હતો. સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કરીને 20.70 કરોડ પડાવ્યા ત્યારબાદ આ સિલસિલો અટક્યો ન હતો. નીરવે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે તેણે ભાવિક પટેલના સાળા અને અન્ય સંબંધીઓ પાસેથી કુલ 20.70 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવ્યો ​આ સિવાય મહાઠગ દંપતીએ ઇન્ફોસિટીમાં ગેસ એજન્સી ચલાવતા દર્શનભાઈ રામીને પણ શિકાર બનાવ્યા હતા. નીરવ અને તેની પત્ની મીરાએ સુરત મહાનગર પાલિકાના 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવી વર્ક ઓર્ડર બતાવી દર્શનભાઈ પાસેથી 1.12 કરોડથી વધુની રકમ પડાવી હતી. તો નીરવની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ પણ પોતાના મકાન વેચાણના 24 લાખ રૂપિયા આ ઠગાઈમાં ગુમાવ્યા છે. નિરવ દવેનો પુત્રએ ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો આ મામલે ​પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત દવે ડિજિટલ એડિટિંગનો ઉપયોગ કરતો હતો. યજત અસલી સરકારી પત્રો મેળવી લેપટોપમાં તેમાં ફેરફાર કરી પોતાની પેઢીનું નામ લખી ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો હતો. જેને જોઈને રોકાણકારો વિશ્વાસમાં આવી જતા હતા. ઇન્વેસ્ટમેન્ટના નામે 33 કરોડ ખંખેર્યા જ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નાયબ સચિવ તરીકે નિવૃત થયા હોવાના વિશ્વાસે રોકાણકારો પણ સરકારી પ્રોજેક્ટમાં તગડો નફો લેવાની ફિરાકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા હતા. આમ વર્ષ 2016થી 2025 દરમિયાન આ આખા પરિવારે મળીને ટુકડે-ટુકડે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જેનો પોલીસ ચોપડે આંકડો 33 કરોડ પહોંચી ગયો છે. EDએ રોકાણકારોને નોટિસો ફટકારી આ ઠગ દંપતીની ઠગાઈનો આંકડો કરોડો રૂપિયા હોવાનું શરૂઆતથી જ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હવે ઠગાઈ આંકડો 33 કરોડ પહોંચતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. EDએ હવે રોકાણકારોને નોટિસો પાઠવી એક મહિનાનું એલ્ટિમેટ આપી કરોડો રૂપિયાના હિસાબો રજૂ કરવા આદેશ આપ્યો છે. આમ હવે ભોગ બનનાર રોકાણકારો ડુબેલા પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયાં છે. શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતા જેના પગલે રોકાણકારો ઇડીને શું જવાબ આપવો એની મુઝવણમાં આવી ગયા છે. આ પ્રકરણમાં હજી પણ 17 જેટલા રોકાણકારો કરોડો ડૂબ્યા હોવા છતાં ખુલીને સામે આવ્યા નથી. કેમકે આ એવા રોકાણકારો છે જે સરકારી ટેન્ડરની લાલચ માં બ્લેકના કરોડો રૂપિયા રોકાણ કરી ચુક્યા છે. જેમાં શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતા. ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમ આ બિલ્ડરની સ્કીમમાં નીરવ દસથી બાર પૈસાનો ભાગીદાર હતો. બાદમાં નિરવે સરકારી ટેન્ડરોની લાલચ આપી હતી. જેના વિશ્વાસે બિલ્ડરે બ્લેકની એન્ટ્રીના રૂપિયા નીરવને રોકાણ માટે આપી દીધા હતાં. તો નિરવે આ રકમ વ્હાઇટ એન્ટ્રીમાં કન્વર્ટ કરી દીધી હતી. એટલે બિલ્ડર કરોડો ગુમાવીને પણ ચુપ છે. આવી જ હાલત ડોક્ટરો અને અન્ય વેપારીઓની થઈ છે. જો આ ભોગ બનનાર પણ સામે આવેતો ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમ છે. કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથી બીજી તરફ નીરવની પત્ની મીરાની પણ માયાજાળમાં ફસાયેલા ભોગ બનનાર વેપારીઓ પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયા છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં દવે પરિવારના બેંકના આર્થિક વ્યવહારો પણ ચકાસી લેવાયા છે પણ કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથી. મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છે આ અંગે ભોગ બનનાર વેપારીઓનું કહેવું છે કે, નીરવ ગાંધીનગર કોર્ટ મુદ્દતે આવે ત્યારે પત્ની મીરાને સાઈડમાં રાખશો તો જ બહાર આવીને રૂપિયા પરત કરશે તેવી શરતો મુકી રહ્યો છે. નિરવ અને તેની પત્નીએ ઠગાઇના રૂપિયા ક્રિપ્ટો અને વિદેશમાં રહેતા પરિચિતોને હવાલા મારફતે મોકલી દીધા છે. જો મીરા હાથમાં આવે તો આ કરોડો રૂપિયાના સગળ મળી જાય એમ છે. પરંતુ આટલો સમય વિત્યા પછી પણ એકમાત્ર મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    18 IAS અધિકારીઓ આગામી ચૂંટણીની ફરજમાં:રાજ્યમાં ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર, સુરત મ્યુ. કમિશનર નાગરાજન એમ.ની જવાબદારી સુરત કલેક્ટર સંભાળશે
    Next Article
    કાળજાળ ગરમી વચ્ચે વોર્ડ શરૂ:સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો વિશેષ ઇમર્જન્સી વોર્ડ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment