Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત DySPનું જાહેરમાં બંદૂક કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ, VIDEO:નહેરૂનગરમાં જમીન વિવાદ મામલે આશોક ચૌહાણે ગાળાગાળી કરી ફાયરિંગ કર્યું, પોલીસની ઘટનાસ્થળે તપાસ શરૂ

    4 दिन पहले

    અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP અશોક ચૌહાણ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સદનસીબે આ ગોળીબારની ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી લક્ઝુરિયસ કાર અને લાઈવ વીડિયો મળ્યો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી એક ઓડી (Audi) કાર મળી આવી છે. આ ઉપરાંત, નિવૃત્ત DySP અશોક ચૌહાણ દ્વારા જાહેરમાં ગાળાગાળી કરી ફાયરિંગ કર્યાની સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ટેકનિકલ તેમજ પ્રત્યક્ષ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવને NSUIએ આપી 'ઝાલમૂડી-મેલોડી':કોરોના કાળમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવાની માગ સ્વીકાઈ, પરીક્ષાનો પરિપત્ર જાહેર
    Next Article
    ISKCON Bridge Accident Case | તથ્ય પટેલને SCમાંથી મળ્યા જામીન | Tathya Patel | Bail | Ahmedabad News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment