Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં પોલીસે ડીજે પરમિશન અંગે અફવાઓ નકારી:નિયમ મુજબ ડીજે અને વિસર્જનની પરમિશન મળશે, સરળ પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ: DySP જાડેજા

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન ડીજે પરમિશન નહીં મળે તેવી અફવાઓ પર પોલીસે સ્પષ્ટતા કરી છે. DySP બ્રિન્દા જાડેજાએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મંડળોને નિયમ મુજબ ડીજે અને વિસર્જનની મંજૂરી આપવામાં આવશે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઈ છે. ડીજે માટે 75 ડેસિબલ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસે નોંધ્યું હતું કે અતિશય અવાજ અને વાઇબ્રેશનના કારણે જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 3 લોકોના મોત થયા છે. આથી પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહી નિયમોનું પાલન કરવા અને કોઈ મૂંઝવણ હોય તો ગોધરા પોલીસ સ્ટેશન અથવા કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી છે. પરમિશન માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઈ આયોજકોને પરમિશન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં સરકારી ગાઈડલાઈન મુજબ આગમન અને વિસર્જન સહિતની તમામ જરૂરી પરવાનગીઓ આપવામાં આવી રહી છે. ડીજે માટે 75 ડેસિબલ અવાજની મર્યાદા નિર્ધારિત નિયમો અનુસાર ડીજે અને સાઉન્ડ સિસ્ટમ માટે 75 ડેસિબલ સુધીની અવાજ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જોકે શાળા, કોલેજ અને હોસ્પિટલ જેવા સાયલન્સ ઝોન વિસ્તારોમાં અવાજની મર્યાદા વધુ કડક રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાને તકલીફ ન પડે. અતિશય વાઇબ્રેશનના કારણે 5 વર્ષમાં 3 મોત પોલીસના જણાવ્યા મુજબ વધુ પડતા અવાજ અને વાઇબ્રેશનથી આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં હાઈ ડેસિબલ અવાજ અને અતિશય વાઇબ્રેશનના કારણે 3 લોકોના મોત નોંધાયા હોવાનો ઉલ્લેખ પણ પોલીસ અધિકારીએ કર્યો હતો. અફવાઓથી દૂર રહેવા અને તંત્રનો સંપર્ક કરવા અપીલ પોલીસે આયોજકો અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ડીજે પરમિશન અંગે કોઈ પણ મૂંઝવણ હોય તો ગોધરા A અથવા B ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ગોધરા ડિવિઝન કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આશીર્વાદ લોટનું લાઇસન્સ રદ કરવા પર હાઈકોર્ટનો સ્ટે:100% લોટ લખવા બદલ FSSAIએ નોટિસ મોકલી હતી, 9 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે
    Next Article
    નાના ચિલોડા ભૂતિયા ડિમોલિશન મામલો, બે શખ્સ સામે ફરિયાદ:સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં AMCએ ડિમોલિશન કર્યું હોવાનો દાવો, 3 દુકાન કોણ પાડી ગયું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment