Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DRUCC બેઠકમાં વેરાવળ મુદ્દાઓ પર ચર્ચા:મુસાફરોની સુવિધાઓ સુધારવા અને નવી ટ્રેનો માટે સૂચનો રજૂ

    8 hours ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા કરવાનો હતો. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો. તેમણે ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરતા ભાવનગર મંડળમાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા સ્ટેશનો વિશે માહિતી આપી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર મંડળની વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો અને તાજેતરની સિદ્ધિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પૂરી પાડવી એ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ અને મુસાફર સુવિધાઓમાં કરાયેલા સુધારાઓની જાણકારી અપાઈ. સમિતિના સભ્યોએ તેમના વિસ્તારો સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, લંબિત પ્રોજેક્ટોની વહેલી પૂર્ણતા અને સ્ટેશનો પર મુસાફર સુવિધાઓ માટે સૂચનો રજૂ કર્યા. વેરાવળના સભ્ય અનિષ એન. રાચ્છે વેરાવળ સ્ટેશનના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી. જેમાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર લિફ્ટ, એક્સીલેટર સીડીની સુવિધા, યાત્રાધામ સોમનાથથી લાંબા અંતરની નવી ટ્રેનની માંગણી, રાજકોટ-વેરાવળ ફાસ્ટ ટ્રેનની માંગણી, તેમજ ફ્લાયઓવર બ્રિજ અને ફૂટઓવર બ્રિજ સહિતની સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના સભ્યોમાં એડવોકેટ કિરણ એમ. ગાંધી, બૈજુ એસ. મહેતા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની, પ્રદીપભાઈ એચ. દેસાઈ, પારસભાઈ સી. શાહ, ડૉ. આર.સી. ગુપ્તા (તમામ ભાવનગર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), અનિષ એન. રાચ્છ (વેરાવળ), જિગ્નેશ કારિયા (પોરબંદર) તથા એસ. એ. સિંહ (અધીક્ષક ઇજનેર, ગાંધીનગર) હાજર રહ્યા હતા. બેઠકના અંતે અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સૂચનો અને રજૂઆતો પર વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી.
    Click here to Read More
    Previous Article
    '10 લાખ આપ નહીતર બળાત્કારના કેસમાં ફસાવી દઈશ':ફેસબુકથી હનીટ્રેપમાં ફસાયા અમદાવાદી ડોક્ટર, ટોળકીનો હાઇ-વે પર અપહરણ-લૂંટનો પ્લાન મહેસાણા પોલીસે કર્યો ફેઈલ
    Next Article
    Opinion: Opinion | How The Iran-Israel War Has Handed Putin An Unexpected 'Jackpot'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment