Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસની સાયકલ માર્ચ, DRONE VIDEO:JCP, DCP સહિત 300પોલીસકર્મીઓનું જમાલપુર દરવાજાથી દિલ્હી ચકલા સુધીના રૂટનું સાયકલ પર નિરીક્ષણ

    2 days ago

    અમદાવાદ શહેરમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવવાની છે, ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા રથયાત્રાના રૂટ પર સાયકલ માર્ચ યોજાવામાં આવી હતી. જેમાં જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ સાયકલ પર જોવા મળ્યા હતા. JCP, DCP સહિત 300પોલીસકર્મીઓની સાયકલ માર્ચ આ અગાઉ પોલીસ દ્વારા ઇલેક્ટ્રીક વાહન પર ત્યારબાદ ચાલતા અને બાઇક પર પેટ્રોલિંગ કરવામાં હતું, ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર સાયકલ માર્ચ યોજવામાં આવી હતી. આ સાયકલ માર્ચ ટ્રાફિક જેસીપી એ.જી ચૌહાણે શરૂ કરાવી હતી. આ માર્ચમાં ટ્રાફિક જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 300થી વધુ પોલીસકર્મીઓ સાયકલ પર જોવા મળ્યા હતા. જમાલપુર દરવાજાથી દિલ્હી ચકલા સુધીના રૂટનું સાયકલ પર નિરીક્ષણ આ સાયકલ માર્ચ જમાલપુર દરવાજાથી શરૂ થઈ હતી જે ખમાસા, ઢાળની પોળ, બાલા હનુમાન, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા રોડ, તંબુ ચોકી, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા ચોકી થઈ આર.સી હાઇસ્કુલ થઈ દિલ્હી ચકલા પૂર્ણ થઈ હતી. આ સમાચાર પણ વાંચો મોસાળમાં ભગવાનના મામેરાના ભવ્ય દર્શન, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અમદાવાદના સરસપુરની વાસણ શેરીમાં અને રણછોડરાયજી મંદિરમાં આવેલા ભગવાન જગન્નાથના પ્રાચીન જુના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આજે 11 જુલાઈના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માન્યતા મુજબ, આ જ સ્થળેથી વર્ષો પહેલાં ભગવાનને મામેરું અર્પણ કરવાની સાથે સાધુ-સંતો, મહંતો અને ભક્તજનો માટે ભોજન પ્રસાદ તથા વિશ્રામની પરંપરાની શરૂઆત થઈ હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    સારા અલી ખાન અમરનાથ યાત્રા પર નીકળી!:પહેલગામમાં સ્થાનિક પરિવાર સાથે સમય વિતાવ્યો, ટ્રેકિંગ સ્ટિક સાથે જોવા મળી; PHOTOS
    Next Article
    મોડાસાની જોડિયા બહેનોની સિદ્ધિ:પ્રથમ પ્રયાસે CA, CPA પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment