Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર DRMએ ધોળા-પીપાવાવ રેલખંડનું નિરીક્ષણ કર્યું:સુરક્ષા, ચોમાસાની તૈયારીઓ અને માલ લોડિંગ વધારવા પર ભાર

    14 hours ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દિનેશ વર્માએ 09 જુલાઈના રોજ ધોળા–પીપાવાવ રેલખંડનું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કર્યું. યાત્રિકોને સુરક્ષિત અને અવરોધરહિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા તેમજ ચોમાસા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, ડીઆરએમએ ચોમાસાને ધ્યાનમાં રાખીને રેલખંડના સંભવિત પાણી ભરાવા (વોટર લોગિંગ) વાળા સંવેદનશીલ સ્થળોનું સઘન નિરીક્ષણ કર્યું. તેમણે સંબંધિત અધિકારીઓને આવા સ્થળો પર સતત દેખરેખ રાખવા, સમયસર નિરીક્ષણ કરવા અને જરૂરી સાવચેતીના પગલાં સુનિશ્ચિત કરવા સૂચના આપી. આનાથી કોઈપણ સંચાલન સંબંધિત અડચણ ઊભી ન થાય અને રેલવે કામગીરી સુરક્ષિત તથા સુચારુ રીતે ચાલુ રહી શકે. આ પ્રસંગે ડીઆરએમએ સાવરકુંડલા સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ વિકાસ અને નિર્માણ કાર્યોની પ્રગતિ તથા ગુણવત્તાની સમીક્ષા કરી. અધિકારીઓને તમામ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અનુસાર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. નિરીક્ષણ કાર્યક્રમ દરમિયાન ડીઆરએમએ પીપાવાવ સાઇડિંગની પણ મુલાકાત લીધી. તેમણે પોર્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી. આ બેઠકમાં રેલવે અને પોર્ટ વચ્ચેના સમન્વયને વધુ અસરકારક બનાવવો, ઉપલબ્ધ અવસંરચનાનો મહત્તમ ઉપયોગ કરવો તેમજ માલ લોડિંગમાં વધારો કરવાની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું કે, રેલવે–પોર્ટ સમન્વયને વધુ મજબૂત બનાવી ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ સમયની જરૂરિયાત છે. તેમણે માલ પરિવહનને વધુ ગતિ આપવી, લોડિંગ ક્ષમતામાં વધારો કરવો તેમજ ગ્રાહકોને વધુ ઉત્તમ અને ઝડપી રેલ માલ પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો. ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષા, આધુનિક અવસંરચનાના વિકાસ તેમજ માલ પરિવહન સેવાઓના સશક્તિકરણ માટે સતત પ્રતિબદ્ધ છે. આ દિશામાં વિવિધ વિકાસાત્મક તથા સુરક્ષાત્મક કાર્યોને પ્રાથમિકતા સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. આ માહિતી વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીની યાદીમાં જણાવેલ હોવાનું, જ્યારે ભાવનગર ડિવિઝન DRUCC મેમ્બર અનિસ રાચ્છે પણ આ અંગે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ:શિક્ષણ મંત્રીની ગીર સોમનાથ SP સાથે સીધી વાતચીત, આચાર્યએ ગુનો નોંધાવતા હરેશગિરી ફરાર
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment