Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ DRDAના 192 કર્મચારીઓ 6 મહિનાથી પગારવિહોણા:પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની, ઉચ્ચ સ્તરે રજૂઆત

    1 सप्ताह पहले

    પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) માં ફરજ બજાવતા આશરે 192 કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી. આ ગંભીર મામલાને કારણે કર્મચારીઓ અને તેમના પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. આ કર્મચારીઓમાં APO, AWM, TA, એકાઉન્ટન્ટ, MIS અને GRS કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓ અને વહીવટી કામગીરી માટે આ સ્ટાફ કાર્યરત છે. કુલ 192કર્મચારીઓમાંથી, 112કરાર આધારિત અને 83આઉટસોર્સિંગ કર્મચારીઓ છે. લાંબા સમયથી પગાર અટવાઈ પડવાને કારણે કર્મચારીઓને રોજબરોજના ઘરખર્ચ, બાળકોની શાળાની ફી ભરવી અને તબીબી ખર્ચાઓ પૂરા પાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે તેમના પરિવારો પર ગંભીર આર્થિક બોજ આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, સ્થાનિક સ્તરે આઉટસોર્સિંગ વહીવટી ગ્રાન્ટની અછતને કારણે આ પગાર વિલંબની સ્થિતિ સર્જાઈ છે. આ ગ્રાન્ટની અછતને કારણે કર્મચારીઓના વેતનની ચૂકવણી અટકી પડી છે. લાંબો સમય વીતી જવા છતાં પગારની ચૂકવણી ન થતા કર્મચારીઓમાં ભારે અસંતોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. કર્મચારી વર્ગ દ્વારા ઉચ્ચ સ્તરે વહેલી તકે અટકેલા પગારની ચૂકવણી કરવામાં આવે તેવી સત્વરે માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદની આંગણવાડીઓમાં બાળકોની નોંધણી, પોષણક્ષમ આહાર મુદ્દે કડક સૂચના:જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ પોષણ ટ્રેકર એપમાં 100 ટકા નોંધણી કરવા, ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા માટે સીડીપીઓને સૂચના આપી
    Next Article
    બાંગ્લાદેશીઓને પકડવાના ઓપરેશનની ઈનસાઈડ સ્ટોરી:રાત્રે હર્ષ સંઘવીની બેઠક બાદ સવારે જ ક્રાઈમ JCP શરદ સિંઘલના સુપરવિઝનમાં ઓપરેશન શરૂ થયું, 24 કલાકમાં 166 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment