Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં આરોગ્ય સેવાઓ માટે DQMS તાલીમ યોજાઈ:ડેટાની ગુણવત્તા સુધારવા અને HMISની કામગીરી ચકાસવા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરોને તાલીમ અપાઈ

    10 hours ago

    કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ (NACP) હેઠળ આરોગ્ય સેવાઓની કામગીરીને વધુ સારી બનાવવા અને આરોગ્ય સંબંધિત માહિતી ચોક્કસ રહે તે માટે જિલ્લા કક્ષાએ DQMS અંતર્ગત ખાસ તાલીમ યોજાઈ હતી. દિશા યુનિટ-કચ્છના આયોજન હેઠળ યોજાયેલી આ તાલીમમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો સાથે જોડાયેલા તમામ ફિમેલ હેલ્થ સુપરવાઈઝરોએ ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીએ NACPની કામગીરી સાથે ડેટા મેનેજમેન્ટની ભૂમિકા અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું. તેમણે આરોગ્ય ક્ષેત્રની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના યોગ્ય આયોજન તથા મોનીટરીંગ માટે ભરોસાપાત્ર માહિતીનું મહત્વ સમજાવ્યું. તાલીમ દરમિયાન જિલ્લા ક્ષય તથા એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા NACP કાર્યક્રમની કામગીરી, તેના વિવિધ તબક્કાઓ અને HMISમાં માહિતી નોંધવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું. HMISમાં નોંધાતા વિવિધ ઇન્ડિકેટર્સની ક્રમબદ્ધ સમીક્ષા કરીને વાસ્તવિક કામગીરી અને ઓનલાઈન નોંધાયેલા આંકડાઓ વચ્ચે કોઈ તફાવત ન રહે તે અંગે ખાસ ભાર મુકાયો હતો. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રો દ્વારા મોકલાતી માહિતીમાં જોવા મળતી ભૂલો અને અસંગતતાઓ અંગે ચર્ચા કરવામાં આવી. અધૂરી માહિતી, ખોટી એન્ટ્રી, સમયસર ડેટા અપડેટ ન થવો તેમજ વિવિધ ઇન્ડિકેટર્સના આંકડાઓમાં રહેલા તફાવતોને કેવી રીતે સુધારી શકાય તે અંગે કર્મચારીઓને વ્યવહારિક માર્ગદર્શન અપાયું. PM-JAY સહિતની આરોગ્ય યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓની નોંધણી પણ ચોકસાઈપૂર્વક થાય તે માટે સૂચનાઓ અપાઈ. આયુષ્માન કાર્ડ, સારવાર અને લાભાર્થી સેવાઓ સંબંધિત ડેટા વાસ્તવિક કામગીરીને અનુરૂપ રહે તે માટે નિયમિત ચકાસણી કરવાની જરૂરિયાત જણાવાઈ. તાલીમમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝરની NACP અંતર્ગત જવાબદારીઓ, અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા અને ઇન્ડિકેટર આધારિત ડેટા વેરિફિકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય વિભાગના આયોજન અને મોનીટરીંગમાં HMISના આંકડાઓ મહત્વપૂર્ણ હોવાથી માહિતી સચોટ, સંપૂર્ણ અને સમયસર નોંધાય તે જરૂરી હોવાનું જણાવાયું. અંતે HMISમાં નોંધાયેલી વિસંગતતાઓને પ્રાથમિકતાથી દૂર કરવા અને નિયમિત ડેટા વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી. આ તાલીમ દ્વારા માત્ર ડેટા એન્ટ્રી સુધારવાનો નહીં, પરંતુ કચ્છના આરોગ્ય કાર્યક્રમો માટે ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત માહિતી વ્યવસ્થા વિકસાવવાનો પ્રયાસ કરાયો.
    Click here to Read More
    Previous Article
    24 કરોડની હોળી કરનાર સ્પ્લેન્ડર સવાર ‘ભૂત’ બન્યો:શ્યામ સંગિની ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગ્યાના 5 દિવસ પછી પણ આરોપી ગાયબ, પોલીસે રિવર્સ ટ્રેક’ પદ્ધતિ અપનાવી
    Next Article
    ગોધરામાં પોલીસ બેન્ડ સાથે ગણેશજીની મૂર્તિનું આગમન:વિશ્વકર્મા સાર્વજનિક ગણેશોત્સવ માટે પાલખીમાં બિરાજમાન મૂર્તિનું સ્વાગત; નગરપાલિકા પ્રમુખ, પોલીસ વડા પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment