Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DOT અને બેંકોને સુરત પોલીસ કમિશનરનું કડક અલ્ટીમેટમ:એક જ વ્યક્તિના નામે 90 બેંક એકાઉન્ટ અને 40 સિમકાર્ડનો પર્દાફાશ, સાયબર ક્રાઈમ અટકાવવા 2 દિવસ સ્પેશિયલ ટ્રેનિંગ

    6 hours ago

    સુરતમાં સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે 16મે બેંકો અને ટેલિકોમ કંપનીઓ સાથે એક મહત્વપૂર્ણ મેગા બેઠક યોજી હતી. આ તપાસ દરમિયાન એક જ વ્યક્તિના નામે 90 જેટલા બેંક એકાઉન્ટ અને 40 સિમકાર્ડ ચાલતા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આ ગંભીર બાબતને લઈને પોલીસ કમિશનરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) અને બેંક અધિકારીઓને કડક અલ્ટીમેટમ આપ્યું છે. આ ઉપરાંત, આવા ઓનલાઈન ગુનાઓ અટકાવવા અને સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે આગામી બે દિવસની ખાસ સ્પેશિયલ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ટેલિકોમ કંપનીઓ અને DoT ના ઉચ્ચ અધિકારીઓની હાજરી આ મહાબેઠકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ના ગુજરાત સ્ટેટના સૌથી સિનિયર મોસ્ટ ઓફિસરો ખાસ અમદાવાદથી સુરત દોડી આવ્યા હતા. આ સાથે જ દેશની ટોચની તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ જેવી કે જીઓ , એરટેલ અને સરકારી કંપની BSNLના ઉચ્ચ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સિમકાર્ડના વેરિફિકેશનમાં થતી બેદરકારી અને નકલી આઈડી પર એક્ટિવેટ થતા સિમકાર્ડના કારણે સાયબર ક્રાઈમ કેવી રીતે ફૂલ્યો-ફાલ્યો છે, તેના પર ટેલિકોમ વિભાગ સાથે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ટોચની બેંકોના IT સેલ અને પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે મંથન સાયબર ક્રાઈમમાં સૌથી મોટું માધ્યમ બેંક એકાઉન્ટ્સ બને છે. આથી જ બેઠકમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને બંધન બેંક સહિતની તમામ પ્રમુખ બેંકોના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પ્રોસેસ કરતા 'પેમેન્ટ એગ્રીગેટર્સ' અને મર્ચન્ટ બેન્કર્સની સુવિધા આપતી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. બેંકોના સ્પેશિયલ આઈટી સેલ ના નિષ્ણાતો સાથે મળીને ઓનલાઈન ફ્રોડના નાણાં કઈ રીતે અટકાવી શકાય અને ટ્રાન્ઝેક્શન ટ્રેક કઈ રીતે ઝડપી બને તે મુદ્દે કલાકો સુધી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. એકના નામે 90 બેંક એકાઉન્ટ ને કરોડોના વ્યવહારનો ઘટસ્ફોટ એક જ વ્યક્તિના નામે 90-90 બેંક એકાઉન્ટ ખુલી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ ખાતાધારકો ક્યારેય ભારતની બહાર કે દુબઈ ગયા જ નથી, છતાં તેમના ખાતામાં સાયબર ક્રાઈમના કરોડો રૂપિયા જમા થાય છે અને દુબઈથી વિથડ્રો લેવામાં આવે છે. 'બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર્સે પોલીસ સાથે 24x7 કનેક્ટ રહે' બેઠક દરમિયાન સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સાયબર સેલના અધિકારીઓએ પોતાની રોજિંદી તપાસમાં આવતી અડચણો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને છે, ત્યારે તેના નાણાં તાત્કાલિક હોલ્ડ કે ફ્રીઝ કરવા માટે બેંકો તરફથી ઝડપી રિસ્પોન્સ મળવો જરૂરી છે. જો વિલંબ થાય તો વિક્ટિમના પૈસા 'ચેટિંગ' કે અન્ય ક્રિપ્ટો માધ્યમોમાં ટ્રાન્સફર થઈ જાય છે. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર્સે પોલીસ સાથે 24x7 કનેક્ટ રહીને ગણતરીની મિનિટોમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરવા પડશે, જેથી ભોગ બનનાર નાગરિકને તેના નાણાં પરત મળી શકે. .apk ફાઇલ્સ અને વોટ્સએપ પોર્ટિંગનો આતંક સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડિજિટલ માધ્યમથી નવી મોડસ ઓપરેન્ડી વિશે ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું કે, આજકાલ ગુનેગારો સામાન્ય લોકોને ફસાવવા માટે સ્માર્ટફોન પર .apk ફાઇલો મોકલે છે. આર.ટી.ઓનું નકલી મેમો કે ચલણ ભરવાના નામે અથવા અન્ય કોઈ સરકારી યોજનામાં પૈસા જમા કરાવવાના બહાને આ ફાઈલ પર ક્લિક કરાવવામાં આવે છે. જેવી વ્યક્તિ ક્લિક કરે, કે તરત જ તેના બેંક ખાતામાંથી તમામ નાણાં સાફ થઈ જાય છે. આટલું જ નહીં, અમુક કિસ્સાઓમાં તો લોકોના વોટ્સએપ મોબાઈલ નંબર અન્ય સર્વિસ પ્રોવાઈડરમાં પોર્ટ કરાવીને આખું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લેવાના ગુના પણ સામે આવ્યા છે. નિયમ 9 સિમકાર્ડનો, પણ લોકો પાસે નીકળે છે 40-40 સિમ ટેલિકોમ રેગ્યુલેશન મુજબ ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ 9 સિમકાર્ડ લઈ શકે છે. પરંતુ સુરત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ઠગો પાસે એક જ આઈડી પર 30-30 કે 40-40 સિમકાર્ડ એક્ટિવ જોવા મળે છે. બેંક સત્તાધીશોએ ખામીઓ સ્વીકારીને લૂપહોલ્સને તાત્કાલિક પૂરવા સંમતિ દર્શાવી આ બાબતે પોલીસ કમિશનરે DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન) ના અધિકારીઓ સાથે ગંભીર સંકલન કર્યું છે. આ સિમકાર્ડનો મિસયુઝ કરીને નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે અને આખું કૌભાંડ આચરવામાં આવે છે. કમિશનરે બેંકોની બેદરકારી સામે પણ આંગળી ચીંધી હતી, જેના પર બેંક સત્તાધીશોએ પણ પોતાની ખામીઓ સ્વીકારીને આ લૂપહોલ્સને તાત્કાલિક પૂરવા સંમતિ દર્શાવી છે. બે દિવસની સ્પેશિયલાઈઝ્ડ ટ્રેનિંગ: પોલીસ બનશે હાઈટેક સાયબર ગુનેગારોથી બે કદમ આગળ રહેવા માટે સુરત પોલીસ દ્વારા એક ભવ્ય ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ ગઈકાલ સવારથી શરૂ થઈ ચૂક્યો છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે. આ સ્પેશિયલાઈઝ્ડ ટ્રેનિંગમાં સુરત શહેરના તમામ સેન્સિટિવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઈમ અટકાવવા માટે સમયાંતરે બહાર પાડવામાં આવતી નવી ગાઈડલાઈન અને એડવાન્સ સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી ગુનાઓનું ડિટેક્શન અને પ્રિવેન્શન ખૂબ જ સરસ અને ઝડપી રીતે થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન શરૂ:ગુજરાત અને બહારના 200 કલાકારોની કૃતિઓ પ્રદર્શિત
    Next Article
    'Leaked Papers For You Darling': Lucknow Professor Told Student, Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment