Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં DMK ધારાસભ્યોનો સરકારી કાર લેવાનો ઇનકાર:ઉદયનિધિ બોલ્યા- સરકાર દેવામાં છે, ફક્ત જરૂરિયાતમંદ ધારાસભ્યોને જ આપવામાં આવે

    8 hours ago

    તમિલનાડુમાં ધારાસભ્યોને સરકારી કાર આપવાની યોજનાને લઈને શુક્રવારે વિધાનસભામાં ચર્ચા થઈ. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને જાહેરાત કરી કે DMKના તમામ 59 ધારાસભ્યો સરકાર દ્વારા આપવામાં આવતી નવી કાર નહીં લે. ઉદયનિધિએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી સી જોસેફ વિજય પોતે રાજ્યની નાણાકીય સ્થિતિ અને દેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે આવા સમયે ધારાસભ્યોને સરકારી વાહન આપવા પર વધારાનો ખર્ચ ન કરવો જોઈએ. તેમણે સૂચન કર્યું કે ધારાસભ્યોના ચૂંટણી સોગંદનામામાં નોંધાયેલી આર્થિક સ્થિતિની તપાસ કર્યા પછી જરૂરિયાતમંદ ધારાસભ્યોને જ વાહનની સુવિધા આપવામાં આવે. તમિલનાડુ સરકારે તમામ 234 ધારાસભ્યોને નવી સરકારી કાર આપવાની જાહેરાત કરી હતી. કારના મેન્ટેનન્સ અને ડ્રાઈવરના ખર્ચ માટે દર મહિને ₹75 હજાર પણ આપવાનું કહ્યું હતું. સરકારે કહ્યું- આ જરૂરિયાતમંદ ધારાસભ્યો માટે છે ઉદયનિધિએ કહ્યું, 'તે લોકો (TVK) મફતની વસ્તુઓની વિરુદ્ધ છે. સતત કહી રહ્યા છે કે સરકાર દેવામાં છે, તેથી અમે આ ઓફર લેવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, સરકારના મંત્રી અધવ અર્જુને સરકારના આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, 'મુખ્યમંત્રી તમામ ધારાસભ્યો સાથે સમાન વ્યવહાર કરવા માંગતા હતા. VCK અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ જેવી નાની પાર્ટીઓના ઘણા ધારાસભ્યો આર્થિક રીતે નબળા છે. તેમના માટે કાર વૈભવી વસ્તુ નથી, પરંતુ એક મૂળભૂત સાધન છે.' તેમણે કહ્યું, 'અમારા ઘણા ધારાસભ્યો પાસે ઘર અને કાર નથી. ડાબેરી પક્ષોના ધારાસભ્યો પાસે પણ નથી. જ્યારે અમે જાહેરાત કરીએ છીએ, ત્યારે તે બધા માટે સમાન હોય છે. આ ઉપરાંત, ટીવીકેએ સ્પષ્ટપણે કહ્યું છે કે જેમની પાસે પહેલેથી કાર છે, તેઓ સરકારી વાહન માટે અરજી કરશે નહીં.' મંત્રી અર્જુને કહ્યું છે કે જો વિપક્ષના નેતાને કાર ન જોઈતી હોય, તો તેઓ સરકારી ક્વાર્ટરમાં શા માટે રહી રહ્યા છે, જ્યારે તેમની પાસે ત્રણ બંગલા છે. ------------------- આ પણ વાંચો... તમિલનાડુમાં ધારાસભ્યોને નવી કાર, ₹75 હજાર ભથ્થું મળશે: મહિલા ધારાસભ્યએ ગૃહમાં ગીત ગાઈને આભાર માન્યો; વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રતિબંધનો નિર્દેશ પાછો ખેંચાયો તમિલનાડુ સરકારે બુધવારે તમામ ધારાસભ્યોને નવી સરકારી કાર આપવા અને વાહનની જાળવણી, ઇંધણ અને ડ્રાઇવરના ખર્ચ માટે દર મહિને 75 હજાર રૂપિયાનું ભથ્થું આપવાની જાહેરાત કરી. વિધાનસભામાં ધારાસભ્યોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું. આ દરમિયાન TVK ધારાસભ્ય સિંધુએ તમિલ સુપરસ્ટાર અને પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રન (MGR)ની ફિલ્મ 'પડગોટ્ટી'નું પ્રખ્યાત ગીત 'કોડુત્તદેલામ કોડુત્તાન' ગાઈને મુખ્યમંત્રી વિજયનો આભાર વ્યક્ત કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 437: बीजेपी की नई टीम, स्मृति इन, मालवीय आउट और टेक डाउन नोटिसों का रिकॉर्ड उछाल
    Next Article
    શીખ પરિવારોનું રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન:શીખ રમખાણોના દોષિત સજ્જન કુમારને હીરો કહેવા પર નારાજગી; 2 દિવસ પહેલા નિધન થયું હતું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment