Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિલ્મી સોંગ કે DJ નહીં, સંસ્કૃત ગરબાએ અમદાવાદીઓને ઘેલુ લગાડ્યું:આરતીથી લઈને ફેમસ ગુજરાતી ગરબા પણ દેવભાષામાં વાગ્યા, 1500થી વધુ લોકો બન્યા અનોખી પહેલના સાક્ષી

    1 day ago

    આ વર્ષે નવરાત્રિના પાવન પર્વે આધુનિક ફિલ્મી ગીતો કે ડીજે એ નહીં પણ સંસ્કૃત ભાષામાં ગવાતા પરંપરાગત ગરબાએ અમદાવાદી ખેલૈયાઓને ઘેલુ લગાડ્યું છે. 'એકલવ્ય સંસ્કૃત ફાઉન્ડેશન' દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ થકી પ્રાચીન દેવભાષા સંસ્કૃત અને લોકસંસ્કૃતિના ગરબાનો સુભગ સમન્વય સર્જાયો છે, જેમાં 1500થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. 2008માં 10 ગરબાથી શરૂ થયેલી સફર 45 કૃતિઓ સુધી પહોંચી સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા 26 વર્ષથી કાર્યરત એકલવ્ય સંસ્કૃત ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2008માં સંસ્કૃત ગરબાની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 10 ગરબા સાથે શરૂ થયેલી આ પહેલ આજે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ચૂકી છે. વર્ષ 2009 સુધીમાં 45 જેટલી કૃતિઓનું સંસ્કૃતમાં સચોટ ભાષાંતર કરવામાં આવ્યું હતું. માત્ર અભ્યાસ પૂરતું સીમિત નહીં, જન-જન સુધી સંસ્કૃત પહોંચાડવાનો પ્રયાસ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. મિહિર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, સંસ્થા દ્વારા સિનિયર કેજીથી માંડીને સિનિયર સિટિઝન સુધીના તમામ વયજૂથના લોકોને સંસ્કૃત ભાષા શીખવવામાં આવે છે. સંસ્કૃત માત્ર પુસ્તકો કે પાઠ્યક્રમ પૂરતી સીમિત ન રહેતા સામાન્ય પ્રજા અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે એવા શુભ આશયથી આ ગરબા મહોત્સવ શરૂ કરાયો હતો. પ્રથમ વર્ષે માત્ર 45 વિદ્યાર્થીઓએ બેસીને ગરબા કર્યા હતા, જે બીજા વર્ષે વધીને 400 અને આ વર્ષે નવરંગ સ્કૂલના પ્રાંગણમાં 1500થી વધુ લોકો સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોર હાઉસ ખાતે 900 લોકોની ઉપસ્થિતિમાં આયોજન સંપન્ન થયું હતું, જ્યારે ગાંધીનગર કેન્દ્ર દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે. 'તારા વિના શ્યામ'થી લઈને શિવ તાંડવ સ્રોત પર ગરબે ઘૂમ્યા ખેલૈયા આ સંસ્કૃત ગરબાની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં જાણીતા ગુજરાતી લોકગરબાઓનું સંસ્કૃતમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. 'તારા વિના શ્યામ મને એકલડું લાગે' જેવા પ્રચલિત ગરબા ઉપરાંત માતાજીની સ્તુતિ, મહિષાસુરમર્દિની સ્તોત્ર, શિવ તાંડવ સ્રોત અને મધુરાષ્ટકમ જેવી ભક્તિસભર કૃતિઓ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. સંસ્કૃતના પવિત્ર ઉચ્ચારો અને શાસ્ત્રીય સંગીતના તાલ પર યુવા વર્ગ ભાવવિભોર થઈને ઝૂમી ઊઠ્યો હતો. 20થી વધુ કલાકારોની ટીમ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પાછળ 20થી વધુ સમર્પિત સભ્યોની ટીમ સતત કાર્યરત રહી છે. મુખ્ય ગાયક તરીકે ધવલકુમાર, ડૉ. ધૈર્યાબેન અને આકાશભાઈ જોશી જોડાયેલા છે, જ્યારે સંસ્થાના શિક્ષકો, સ્વયંસેવકો, કોરસ ગાયકો અને વાદકોની સંગતે કાર્યક્રમમાં પ્રાણ પૂર્યા છે. સંસ્થા દ્વારા પરંપરાગત અને આધુનિક ગરબાઓને સંસ્કૃતમાં ઢાળીને નવી પેઢીને પોતાની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાનાં પરિણામો બાદ 2027માં કોંગ્રેસ-AAPના ગઠબંધન પર ચર્ચા:રાજકીય વિશ્લેષકે કહ્યું- કોંગ્રેસ-AAP અલગ લડશે તો ભાજપને ફાયદો, ગઠબંધન કરે તો સત્તા માટે પડકાર
    Next Article
    સુરતમાં દિવાળી ટાણે જ ટેક્સટાઇલ માર્કેટમાં સન્નાટો:કાચા માલનો ભાવ 50% ઉછળતા લૂમ્સના પૈડાં એક મહિનો થંભશે, 75 હજાર કારીગરોની રોજીરોટી જોખમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment