Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા ન હોવાથી ચોરી કરીને ધંધો શરૂ કર્યો:વડોદરામાં પોતાનું ડીજે શરૂ કરવા યુવકે સ્પીકર સહિતની વસ્તુઓનું ક્વોટેશન કઢાવ્યા બાદ મામાના દીકરા સાથે મળી ગોડાઉનમાંથી DJના સામાનની ચોરી કરી, બંને ઝડપાયા

    3 days ago

    વડોદરા શહેરના ધનિયાવી રોડ પર આવેલાં ડીજેના 2 ગોડાઉન પર જઈને યુવકે સામાન જોયા બાદ ક્વોટેશન કઢાવીને પોતાનું ડીજે લેવાના નામે સાગરીત સામે મળીને જુદા-જુદા સામાનની 4.81 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાંઈનાથનગરમાં દિલીપ વસાવા ધનિયાવી રોડ પર માતાજી ફાર્મમાં એક ગોડાઉનમાં ત્રિનેત્ર સાઉન્ડ નામે ડીજે બનાવવાનું કામ કરે છે. 4 ફેબ્રુઆરીએ રાત્રે તેમના ભાઈ અતુલભાઈ ગોડાઉનને લોક કરીને રાત્રે 10 વાગે ઘરે ગયા હતા. બીજા દિવસે અતુલભાઈએ ગોડાઉનમાં પહોંચી ડીજેનો સામાન ટેસ્ટિંગ માટે બહાર કાઢતા હતા ત્યારે 2 એમ્પ્લિફાયર, મીડનાં 12 સ્પીકર સહિત કુલ 3.42 લાખનો સામાન મળ્યો નહોતો. તસ્કરોએ ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જયવંતસિંહ સોલંકી પાર્ટનરશિપમાં ધનિયાવી રોડના બ્લીસ ફાર્મ પાસે એક ગોડાઉનમાં વી.સી. ઓડિયોના નામે ડીજે બનાવે છે. 16 માર્ચે તેમના પાર્ટનર વસીમભાઈ ગોડાઉનને લોક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે ગોડાઉન ખોલી જોતાં એમ્પ્લિફાયર, સાઉન્ડ લિમિટર, ખંજરી, ઈલેક્ટ્રિક વાયર સહિત રૂા.1.39 લાખના સામાનની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને ડીજેના ગોડાઉમાંથી તસ્કરો રૂા.4.81 લાખની મતાની ચોરી કરી ગયા હતા. કપુરાઈ પોલીસે બંને મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. આરોપી અક્ષય પોતાનું ડીજે શરૂ કરવું હતું. તે અગાઉ ડીજે ક્ષેત્રે નોકરી પણ કરતો હતો. જેથી તે ડીજે ખરીદવા માટે અલગ-અલગ ગોડાઉને ફર્યો હતો અને ક્વોટેશન કઢાવ્યાં હતાં. ત્યારબાદ સામાન જોઈને ચોરી કરવાનું આયોજન કર્યું હતું. યુવકે ચોરી માટે મામાના દીકરા દેવાંગની પણ મદદ લીધી હતી. વિવિધ સામાનની ચોરી કરીને તેણે ધીમે-ધીમે આખી સિસ્ટમ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. એક મહિનામાં એક ગોડાઉનમાં ચોરી કરી બીજા મહિને અન્ય ગોડાઉનમાં ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એન. બારૈયાની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે કપુરાઈ ચોકડી નજીક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી હતી. કારની તપાસ દરમિયાન તેમાં બેઠેલા અક્ષય ગોપાલભાઈ રાઠવા અને દેવાંગકુમાર ગોપાલભાઈ રાઠવા (રહે. નિશાળ ફળીયા, ચાચક ગામ, તા. બોડેલી, જી. છોટા ઉદેપુર) પાસેથી કારની પાછળની સીટ પરથી જુદી જુદી કંપનીના એમ્પ્લિફાયર, ખંજરી અને સાઉન્ડ લિમિટર મળી આવ્યા હતા. માલ સંબંધિત બિલ-પેપર્સ અંગે પૂછપરછ કરતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપી અક્ષય રાઠવાએ કબૂલાત કરી હતી કે, અંદાજે દોઢ મહિના પહેલા ધનિયાવી રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી ડી.જે. સિસ્ટમના સામાનની ચોરી કરી હતી તેમજ સાત દિવસ પહેલા ધનિયાવી રોડ પર આવેલ ‘વી.સી. ઓડિયો’ નામના ગોડાઉનમાંથી પણ ડી.જે. સિસ્ટમની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ ડી.જે. સિસ્ટમનો માલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મારૂતિ બ્રેઝા કાર સહિત કુલ રૂ. 10,11,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 9 એમ્પ્લિફાયર, 8 ખંજરી, 1 સાઉન્ડ લિમિટર (રૂ. અને એક કારનો સમાવેશ થાય છે. આરોપી અક્ષય ગોપાલભાઈ રાઠવા સામે અગાઉ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, કરાલી અને છોટાઉદેપુર પોલીસ મથકોમાં પ્રોહીબિશના 3 ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    કોડીનાર રેલવે સ્ટેશન પાસે ચાલુ કારમાં લાગી આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, બે લોકોનો આબાદ બચાવ
    Next Article
    'અફવા ફેલાવનાર અરાજકતા ફેલાવે છે'ના વડોદરામાં બોર્ડ લાગ્યા:માંજલપુરના MLA યોગેશ પટેલે બેનર લગાવડાવ્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment