Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વરસાદ, DGVCLના પ્રિ-મોનસૂન દાવા પોકળ:વહેલી સવારે 3 કલાક વીજ પુરવઠો ખોરવાતાં લોકોમાં રોષ

    10 hours ago

    નવસારી શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મળસ્કે ૩ વાગ્યાની આસપાસ વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સામાન્ય વરસાદે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ચોમાસા પૂર્વે કરાયેલી પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી હતી. સોમવારે અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત સ્થાનિકોને આ વરસાદથી મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂન મહિનાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. જોકે, તોફાની પવનને કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા પૂર્વે વીજ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પ્રિ-મોનસૂન મેન્ટેનન્સ કામગીરીના મોટા દાવા કરાયા હતા. પરંતુ, વહેલી સવારે તોફાની પવન ફૂંકાતાની સાથે જ શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, સ્ટેશન વિસ્તાર અને મિથિલા નગરી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. રાત્રે ૩ વાગ્યાની આસપાસ અચાનક પાવર ગુલ થઈ જતાં સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા હતા. બફારા અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે લોકોને જાગીને રાત વિતાવવી પડી હતી. સ્થાનિકોએ વીજ વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેન્ટેનન્સની ટીમ છેક સવારે ૬ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ કર્મચારીઓની આ ગંભીર બેદરકારી અને ઢીલી નીતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. ચોમાસું સત્તાવાર રીતે બેસે તે પહેલા જ જો આ સ્થિતિ હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન વીજ કંપની કેવી રીતે પહોંચી વળશે તે અંગે હવે જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પિતાંબર તળાવ દબાણકર્તાઓની અરજી હાઈકોર્ટે ફગાવી:110થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા
    Next Article
    Lalit Modi Defends Sushmita Sen Against 'Gold Digger' Tag: 'I Was Like A Kept Boyfriend, She Paid For Everything'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment