Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGVCL વિસ્તારમાં હવે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત:દક્ષિણ ગુજરાતમાં 15 લાખ સ્માર્ટ મીટર લગાવાયા, દરરોજ 3000 થી 4000 નવા મીટર લગાવાશે

    10 hours ago

    ભારત સરકારના વિદ્યુત મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ (CEA) ના નિર્દેશો બાદ દેશભરમાં આધુનિક ઊર્જા વ્યવસ્થાપનને વેગ આપવા તમામ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ફરજિયાત કરવામાં આવી છે. આ ક્રમમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પોતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આશરે 15 લાખ જેટલા સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવ્યા છે, જ્યારે હાલમાં દરરોજ અંદાજે 3,000 થી 4,000 નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. 11 લાખ ગ્રાહકોને ₹24 કરોડનો આર્થિક ફાયદો આ આધુનિક સિસ્ટમથી ગ્રાહકોને રીયલ-ટાઇમ મોનિટરિંગ, ઓનલાઈન રિચાર્જ અને ચોક્કસ બિલિંગ જેવી સુવિધાઓ મળે છે. DGVCL દ્વારા ગ્રાહકોને વીજ વપરાશના યોગ્ય સમયગાળા માટે પ્રોત્સાહિત કરવા સવારે 11 થી સાંજે 5 વાગ્યા વચ્ચે વીજળી વાપરવા પર પ્રતિ યુનિટ 60 પૈસા સુધીનું રિબેટ આપવામાં આવે છે. એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં 11.65 લાખ ગ્રાહકોએ આ યોજનાનો લાભ લીધો છે, જેનાથી ગ્રાહકોને કુલ ₹24.77 કરોડથી વધુની આર્થિક બચત થઈ છે. DGVCL એ તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર સ્થાપનની આ કામગીરીમાં સહકાર આપવા અને પોતાની દૈનિક વીજ જરૂરિયાતોનું આયોજન કરી આર્થિક તથા તકનીકી લાભ મેળવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    14 ઓગસ્ટે તિરંગાયાત્રાથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન:નવલખી મેદાનથી ગાંધીનગર ગૃહ પહોંચશે, જાણો કયા છે પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓ
    Next Article
    Viral Video: इस शख्स की कहानी सुन भर आएंगी आंखें | Viral Emotional Story | Brain Tumor | Instagram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment