Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂળ હરિયાણાના જી.એસ.મલિક રાજ્યના નવા DGP:રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત; અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ

    1 सप्ताह पहले

    મૂળ હરિયાણાના અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને રાજ્યના નવા DGP બનાવાયા છે. 1 જાન્યુઆરી, 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ કાર્યરત હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. કે.એલ.એન રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. 1993ની બેચના IPS જી.એસ.મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે(6 જૂન) પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. સિનિયર IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક)ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પે-મેટ્રિક્સ સ્કેલ જી. એસ. મલિકની આ નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ રૂ. 2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે. રાજ્યપાલના આદેશથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ IPS અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ જી.એસ. મલિકની DGP તરીકેની નિમણૂક બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં અનુપમસિંહ ગેહલોત(સુરત CP), મનોજ શશીધરન(CBI), પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)નું નામ ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પાસે પોલીસ કમિશનરનો ચાર્જ રહી શકે અગાઉ સંજય શ્રીવાસ્ત જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે રિટાયર્ડ થયા ત્યારે વધારાનો ચાર્જ પ્રેમવીરસિંહને આપવામાં આવ્યો હતો. જી.એસ.મલિક DGP તરીકેનો ચાર્જ લે અને નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પાસે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ રહી શકે છે. આ ચાર્જ લાંબા સમય સુધી પણ રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી:ભાવનગરમાં વિકાસ અને સેવાના અનેકવિધ પ્રકલ્પોનો શુભારંભ થશે, કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક યોજાઈ
    Next Article
    પાટણમાં બંધ દુકાનમાં ચોરી:ત્રણ આરોપી ₹45,950ના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment