Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જી.એસ.મલિક બન્યા રાજ્યના નવા DGP:અમદાવાદમાં AMCનું બુલડોઝર ફર્યુ, સુરતમાં 'મિસ્ટર ઈન્ડિયા'એ કર્યુ ડિમોલીશન, 24 કલાક વરસાદનું યલો એલર્ટ

    1 week ago

    જી.એસ.મલિક બન્યા રાજ્યના નવા DGP અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા DGP બનાવાયા .... 5 મહિનાથી ચાલી રહેલા ઇન્ચાર્જ DGP કે. એલ. એન. રાવ હવે CID ક્રાઇમ અને જેલ વિભાગના DGP તરીકે યથાવત રહેશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોટેરામાં ડિમોલિશન દરમિયાન ભારે હોબાળો અમદાવાદના આસારામ આશ્રમ પાસે વસાહતમાં AMCનુ બુલડોઝર ફર્યુ.... મકાન ખાલી કરવા માત્ર 30 મિનિટનો સમય અપાતા લોકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ... એક યુવકની આત્મવિલોપનની ચીમકી બાદ અટકાયત. તો એક યુવતીએ ફિનાઇલ પીધુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અકસ્માતમાં એક જ ગામના પાંચ લોકોના મોત મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક પૂરઝડપે આવતી કાર અને રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઇ..અકસ્માતમાં 5 લોકોના મોત થયા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જુનાગઢમાં જિગીષા પટેલ vs દિનેશ મૈતર! જિગીષા પટેલે દિનેશ મૈતર પર આખા ગામને દારૂના રવાડે ચડાવવાનો, ગુંડાગીરી કરવાનો અને પાટીદાર સમાજને દબાવવાનો આરોપ છે સામે દિનેશ મૈતરે તમામ આક્ષેપોને નકારતા કહ્યુ જિગીષા પટેલ પાસે ખોટી માહિતી છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SBI લૂંટ કેસના માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને સુરત લવાયો SBI લૂંટ કેસના માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને સુરત લવાયો... NIA કોર્ટની લીલીઝંડી બાદ બિહારની જેલમાંથી કસ્ટડી મળી.. કુંદનની બેંકમાં સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો પ્લાન હતો, પણ નિષ્ફળ જતાં 50 લાખ રોકડા લૂંટીને ફરાર થયા હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કૂલ સામાનમાં 7% થી 10% નો ભાવવધારો મિડલ ઇસ્ટ તણાવને કારણે કાચો માલ મોંઘો થતાં ચાલુ વર્ષે સ્કૂલ યુનિફોર્મ, બેગ અને શૂઝ જેવી વસ્તુઓ 7% થી 10% મોંઘી થઈ છે. 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યુ છે જેને લઇને મધ્યમ વર્ગ માટે ચિંતા વધી છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાનો મોંઘવારી સામે વિરોધ મોંઘવારી અને NEET પરીક્ષામાં થયેલા ગોટાળા બાબતે કોગ્રેસે વિરોધ કર્યો... રસ્તા પર ઉતરી 'પેપર ચોર ગાડી છોડ, લૂંટનો કારોબાર ભાજપ બંધ કરો' ના પોસ્ટર સાથે દેખાવો... રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાસીરનગરમાં કોણે કર્યુ ડિમોલીશન? સુરતના નાસીરનગરમાં 100 મકાનોના ડિમોલીશન બાદ વિવાદ વકર્યો છે ... કારણ કે ધારાસભ્યનું કહેવું છે કે આ કામ મનપાએ કર્યું જ નથી! ... જો મનપાએ કામ નથી કર્યુ તો ડિમોલીશન સમયે હાજર પોલીસે કેમ એક્શન ના લીધુ?? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SCA સામે 3.5 કરોડના સ્ટેન્ડ મુદ્દે આક્ષેપ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ અને સગાવાદ મુદ્દે એસોસિએશનના આજીવન સભ્યે આક્ષેપ કર્યા છે ... કહ્યુ 3.5 કરોડમાં લેવાયેલા સ્ટેન્ડનો ઉપયોગ સત્તાધીશો તેમના પરિવારના સભ્યો માટે કરી રહ્યા છે ...રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ તૈયાર કરનારા કોચની અવગણનાનાં આરોપ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે 24 કલાક માટે પવન સાથે મધ્યમ વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરાયુ છે .. મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાશે... દેશમાં ચામાસુ ગોવા પહોચ્યુ છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગરમાં મનપાએ ડિમોલિશન નથી કર્યું તો કોણે કર્યું?, કુમાર કાનાણીએ કહ્યું- 'વરાછામાં એક મકાન બાંધવાના અધિકારી 25 લાખ લે છે'
    Next Article
    ઉબેણ નદીના બે ચેકડેમ રાતોરાત તોડી પડાતા ખેડૂતોમાં રોષ:​જૂનાગઢના વંથલીમાં ઉબેણ નદી પરના બે ચેકડેમ રાતોરાત તોડી પડાતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment