Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પહેલા અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર:અનુપમસિંહ ગેહલોતને મળી જવાબદારી, જી.એસ.મલિક DGP બન્યાના 25 દિવસે ખાલી પડેલી જગ્યા ભરાઈ, સુરત CPની જગ્યા ખાલી

    10 hours ago

    જી. એસ. મલિક DGP બન્યા બાદ ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની મહત્વની જગ્યા પર સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત (IPS 1997) ની બદલી કરીને નિમણૂક કરવામાં આવી છે. જોકે, ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે, પરંતુ આ ખાલી પડેલી જગ્યા માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કે નિમણૂક કરવામાં આવી નથી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકાયા અનુપમસિંહ ગેહલોત 1997ની બેંચના આઈપીએસ ઓફિસર છે. તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક (એસપી) તરીકે રહ્યા ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી. જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા. પછી વડોદરા રેંજ આઈજી તરીકે નિમણુંક થઈ હતી. ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી. ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા. પછી તેમની બદલી આઈબીમાં કરાઇ હતી. આઈબીમાંથી તેમને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજીવાર મુકાયા હતા. ત્યારબાદ સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરી હતી. હવે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકાયા છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના પોલીસ કમિશનર ની ચર્ચા ચાલી રહી હતી જેની વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરી દીધી છે. રાજ્યના પોલીસવાળા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા જી. એસ. મલિકની નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. અનુપમસિંહ ગેલોત રાજ્યના મુખ્ય શહેરો રાજકોટ, વડોદરા, સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાવો- સરકારે વોટ્સએપને યુઝરનેમ ફીચર રોકવા કહ્યું:મેટાને નોટિસ, 3 દિવસમાં જવાબ માંગ્યો; કહ્યું- ટેલિગ્રામની જેમ ખોટા ઉપયોગની આશંકા
    Next Article
    No Names, No Faces, No Phones: Secret Lives Of Ukraine's Shadow Drone Unit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment