Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના તળાવમાં ડૂબવાથી બે ભાઈ સહિત 3 બાળક-એક યુવાનનું મોત:એક બાળકે જન્મદિવસે અંતિમ શ્વાસ લીધા, બચાવવા ગયેલા મોટાભાઈ સહિત ચારેય પાણીમાં ગરકાવ થયા

    14 hours ago

    રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળક અને એક યુવાન સહિત ચારના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં 5 વર્ષીય સેફુ ડૂબવા લાગતાં તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ પાણીમાં ડૂબી ગયા હતા. મૃતક સોહાને જન્મદિવસે જ અંતિમ શ્વાસ લીધા મૃતકમાં સગા ભાઈઓ સોહન અભેસોરા (10 વર્ષ) અને સેફુ અભેસોરા (5 વર્ષ) ઉપરાંત સાહિલ અભેસોરા (18 વર્ષ) અને અલીફા અભેસોરા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનામાં વધુ એક દુઃખદ બાબત એ સામે આવી છે કે મૃતક સોહાનનો આજે જ જન્મદિવસ હતો, જે દિવસે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્થાનિકોએ મૃતદેહો તળાવમાંથી બહાર કાઢ્યા ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ડૂબેલા તમામ બાળકો અને યુવાનને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકના જન્મદિવસે દરગાહે દર્શન કરવા ગયા હતા એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે. જેમાં બેડી ગામની સીમમાં આવેલી વીડી પીર દરગાહે 10 વર્ષના સોહન નામના બાળકના જન્મદિવસ નિમિત્તે પરિવાર અને બાળકો દર્શન અને જમવા ગયા હતા. ત્યારબાદ તળાવમાં નાહવા પડ્યા હતા. જ્યાં બાળકોને ડૂબતા જોઈને યુવક તેમને બચાવવા પડ્યો હતો, પરંતુ તે પણ તળાવમાં ડૂબી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાલુ મેચમાં અમ્પાયરની તબિયત બગડી:ત્રીજા સેશનમાં રૉડ ટકરની જગ્યાએ રિઝર્વ અમ્પાયર મેદાનમાં; ધ્રુવ જુરેલ ફિફ્ટી ફટકારીને આઉટ
    Next Article
    'Flier Said Gun Not Loaded,' Recalls Varanasi Airport Staff. Then It Went Off

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment