Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસની રિવોર્ડ સિસ્ટમમાં મોટો ફેરફાર:DGP કમેન્ડેશન ડિસ્ક હવે 110ને બદલે 148 પોલીસકર્મીને મળશે; સિવિલિયન સ્ટાફ માટે પ્રથમવાર સન્માન

    1 day ago

    ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ વિભાગની વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. પોલીસ દળની વધતી સંખ્યા અને બદલાતા પડકારોને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપવામાં આવતા 'DGP કમેન્ડેશન ડિસ્ક'ની સંખ્યા 110થી વધારીને 148 કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે પોલીસ વિભાગના વહીવટી કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવતા સિવિલિયન સ્ટાફ માટે પ્રથમવાર 'DGP કમેન્ડેશન રોલ'ની નવી સન્માન પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. 30 હજારથી વધુ નવી ભરતી બાદ રિવોર્ડ સિસ્ટમનો વ્યાપ વધાર્યો ગુજરાત પોલીસમાં વર્ષ 2019થી 2026 દરમિયાન 30 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી થઈ છે. છેલ્લા છ વર્ષમાં નવી રેન્જ અને જિલ્લાઓની રચના ઉપરાંત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવી વિશિષ્ટ અને હાઇ-ટેક યુનિટ્સ પણ કાર્યરત થઈ છે. પોલીસ કમિશનરેટોના કાર્યક્ષેત્રમાં પણ વધારો થયો છે. પોલીસ દળની વધતી જવાબદારીઓ અને નવા પડકારો વચ્ચે રાત-દિવસ ફરજ બજાવતા કર્મચારીઓના ઉત્સાહ અને મનોબળને વધારવા માટે એવોર્ડ સિસ્ટમને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. ગુના નિવારણ ઉપરાંત ટ્રાફિક અને ચૂંટણીની કામગીરી પણ ગણાશે સુધારેલી રિવોર્ડ સિસ્ટમ હેઠળ હવે માત્ર ગુના નિવારણ કે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી જ નહીં, પરંતુ વહીવટી ફરજ, ટ્રાફિક વ્યવસ્થાપન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતમાં સિદ્ધિ તેમજ ચૂંટણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરીને પણ એવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. સાથે જ એવોર્ડ મેળવવા માટેની લઘુત્તમ સેવાની અવધિ 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે. BDSથી લઈને ડોગ યુનિટ અને બેન્ડ સ્ટાફ સુધીનો સમાવેશ 'DGP કમેન્ડેશન ડિસ્ક'ની પાત્રતાના વ્યાપમાં પોલીસના વિવિધ યુનિટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), માઉન્ટેડ યુનિટ, ડોગ યુનિટ, આર્મરર તેમજ બેન્ડ સ્ટાફના જવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી પોલીસ દળની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળી શકશે. સિવિલિયન સ્ટાફ માટે 10 ‘DGP કમેન્ડેશન રોલ’ પોલીસ વિભાગની કામગીરીમાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવતા સિવિલિયન સ્ટાફ માટે પ્રથમવાર નવી સન્માન પ્રણાલી શરૂ કરવામાં આવી છે. આ વર્ષથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર સહિતના ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને વાર્ષિક 10 'DGP કમેન્ડેશન રોલ' એનાયત કરવામાં આવશે. દર 15 ડિસેમ્બરે કરાશે સન્માનિત 'DGP કમેન્ડેશન ડિસ્ક' અને 'DGP કમેન્ડેશન રોલ'નું વિતરણ દર વર્ષે 15 ડિસેમ્બરે કરવામાં આવશે. ગુજરાત પોલીસ માટે આ તારીખ વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આ જ દિવસે ગુજરાત પોલીસને પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ કલર્સ' (President's Colours) થી સન્માનિત કરવામાં આવી હતી. આ સુધારાઓ સાથે ગુજરાત પોલીસના કોઈપણ કર્મચારી, અધિકારી કે સિવિલિયન સ્ટાફના સભ્યની અસાધારણ કામગીરી અણદેખી ન રહે અને ઉત્કૃષ્ટ યોગદાનને યોગ્ય મંચ પર સન્માન મળે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દુબઇ-મુંબઈ ફ્લાઇટ રાજકોટથી રવાના થઈ:ઈમરજન્સી લેન્ડિંગ બાદ 2 દિવસ એરપોર્ટ પર રહી, મુસાફરો વિના વિમાન પહોંચતા ગંભીર ટેક્નિકલ ખામીની શક્યતા
    Next Article
    નખત્રાણા પોલીસે ટ્રક ચોરીનો ભેદ ઉકેલ્યો:બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment