Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ખાનગી શાળા સંચાલકોએ DEOને આવેદનપત્ર આપ્યું:FRC ફી, RTE અને સ્વાયત્તતા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ FRC ફી, RTE અને સ્વાયત્તતા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે શિક્ષણ વિભાગ સામે રજૂઆત કરી હતી. જિલ્લાભરની ખાનગી શાળાના સંચાલકો મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ પહોંચ્યા હતા. તેમણે DEO એમ.વી. બોરીચાને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલની માંગ કરી હતી. સ્વનિર્ભર શાળા સંચાલકોએ જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રના નીતિગત મુદ્દાઓમાં સરકારે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. તેમણે શાળાઓની સ્વાયત્તતા, FRC ફી, RTE હેઠળની ફીની ચુકવણી અને શાળા સંચાલકો પાસેથી માંગવામાં આવતી વિગતો જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી. સંચાલકોની મુખ્ય રજૂઆત તાજેતરમાં અધિનિયમમાં થયેલા સુધારા અંગે હતી. સંગઠનનો દાવો છે કે સુધારાની કેટલીક જોગવાઈઓથી સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા પર અસર થઈ શકે છે. તેમણે માંગ કરી કે શિક્ષણ ક્ષેત્રના નિર્ણયો લેતી વખતે શાળા સંચાલકોની વ્યવહારુ મુશ્કેલીઓને પણ ધ્યાનમાં લેવાય. સંચાલકોએ FRC દ્વારા વર્ષ 2017માં નક્કી કરાયેલી ફીની મહત્તમ મર્યાદામાં સમય પ્રમાણે વધારો કરવાની માંગ કરી. તેમણે દાવો કર્યો કે છેલ્લા વર્ષોમાં મોંઘવારી, કર્મચારીઓના પગાર, જાળવણી અને અન્ય સંચાલન ખર્ચમાં વધારો થયો છે. આથી ફી અંગે ફરી વિચારણા કરવા રજૂઆત કરાઈ. તેમણે નિયમ મુજબ એફિડેવિટના આધારે ફી વધારાની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ માંગ કરી. સંચાલકોના મતે, યોગ્ય પ્રક્રિયા દ્વારા ફી નક્કી થાય તો શાળા સંચાલન અને વાલીઓ બંનેના હિત વચ્ચે સંતુલન જાળવી શકાય છે. RTE હેઠળ શાળાઓને મળવાપાત્ર ફીની ચુકવણી સમયસર થાય તેવી માંગ પણ DEO સમક્ષ કરાઈ. તેમણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને RTE હેઠળ મળતી ફીની રકમમાં પણ વધારો કરવાની રજૂઆત કરી. આવેદનપત્રમાં એવી પણ માંગ કરાઈ કે શાળાઓ પાસેથી વારંવાર વિવિધ વિગતો ન માંગવામાં આવે. ઉપરાંત, વિગતો રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્વનિર્ભર શાળા સંચાલકોએ પોતાના પ્રશ્નોને લઈને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી.
    Click here to Read More
    Previous Article
    સ્વનિર્ભર શાળા સંચાલકોએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદન આપ્યું:મોરબી સહિત રાજ્યના તમામ જિલ્લા મથકોએ કલેક્ટર અને DEOને રજૂઆત કરી
    Next Article
    Sameer Anjaan Reveals David Dhawan's Funny Reaction To KKHH's Hit Song

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment