Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં D.El.Ed પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો:રૂ. 200 માં પરીક્ષા આપવા બેઠો હતો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

    7 hours ago

    વલસાડમાં D.El.Ed. પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન એક મોટો ડમી કાંડ સામે આવ્યો છે. જુજવા ગામની આઈ.પી. ગાંધી સાર્વજનિક હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર અન્ય વિદ્યાર્થીના નામે પરીક્ષા આપતા એક ડમી વિદ્યાર્થીને વર્ગ નિરીક્ષકે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ડમી વિદ્યાર્થી નવસારીના ખેરગામનો સામાન્ય મજૂર નવનીતલાલ ગોવિંદદાસ મોર્ય (ઉં.વ. 31) હોવાનું બહાર આવ્યું છે. તેણે માત્ર 200 રૂપિયાના ભાડા માટે આ કૌભાંડમાં ભાગ લીધો હોવાની કબૂલાત કરી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી D.El.Ed. પરીક્ષા ચાલી રહી હતી. જુજવા સ્થિત આઈ.પી. ગાંધી હાઈસ્કૂલના બ્લોક નંબર-1 માં ચોથા પેપરની પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષક વિરલકુમાર બાબુભાઈ પટેલને શંકા ગઈ હતી. બેઠક નંબર-2613113 પર બેઠેલા વિદ્યાર્થીની સહી અને હોલટિકીટના ફોટામાં તફાવત જણાતા તેમણે કેન્દ્ર સંચાલક ડિમ્પલબેન પટેલને જાણ કરી. કડક પૂછપરછ અને પોલીસ કેસની ચીમકી બાદ ડમી વિદ્યાર્થીએ પોતાનું સાચું નામ નવનીતલાલ મોર્ય જણાવ્યું. તેણે કબૂલ્યું કે તે પટેલ અશ્વિન અરવિંદભાઈના સ્થાને પરીક્ષા આપી રહ્યો હતો. અસલ પરીક્ષાર્થી અશ્વિનની તબિયત ખરાબ હોવાથી તેના મોટાભાઈ દિવ્યેશભાઈએ તેને 200 રૂપિયા આપી પરીક્ષા આપવા મોકલ્યો હતો. આ ઘટના બાદ શ્રીમતી એમ.વી. પટેલ કોલેજ ઓફ પી.ટી.સી. (કાંગવી, ધરમપુર) ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન પટેલને બોલાવી ખાતરી કરાવવામાં આવી. તેમણે પણ સ્પષ્ટ કર્યું કે આ યુવાન અસલ વિદ્યાર્થી અશ્વિન નથી. આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર PM મોદીનો સુરત પ્રવાસ:એલ એન્ડ ટી પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની લેશે મુલાકાત, વરસાદની આગાહી વચ્ચે સભા હવે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે
    Next Article
    Shubman Gill's Father Puts On Dancing Shoes, GT Captain Somehow Dodges Spotlight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment