Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ DDO હિરેન બારોટે દાભડા સબ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી:DDOએ ગ્રામીણ આરોગ્ય સેવાઓ અને દવાની સમીક્ષા કરી

    8 hours ago

    લીમખેડા તાલુકાના દાભડા સબ સેન્ટરની જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દવાનો જથ્થો અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનોની કામગીરીની સમીક્ષા કરવાનો હતો. DDO બારોટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની પ્રત્યક્ષ કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી. તેમણે સબ સેન્ટર પર ઉપલબ્ધ દવાઓના જથ્થા, જરૂરી આરોગ્યલક્ષી સાધન-સામગ્રી અને દર્દીઓને મળતી પ્રાથમિક સુવિધાઓ અંગે રૂબરૂ વિગતો મેળવી હતી. DDOએ સેન્ટરના કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર સાથે બેઠક યોજી આરોગ્ય વિભાગના જનકલ્યાણકારી કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન અને સિકલ સેલ જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ તપાસવામાં આવી હતી. લાભાર્થીઓ સુધી સમયસર સેવાઓ પહોંચે, રોગનું વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તે માટેની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. DDOએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રામીણ કક્ષાએ સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર રીતે પહોંચવો અત્યંત આવશ્યક છે. તેમણે સંબંધિત કર્મચારીઓને સઘન અને સતત કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ ઓચિંતી મુલાકાતનો હેતુ ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો અને નાગરિકોને વધુ સુદૃઢ તથા અસરકારક આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો હતો, જેથી તળિયાના સ્તરે પણ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બની શકે.
    Click here to Read More
    Previous Article
    40 के बाद पेट की चर्बी नहीं हो रही कम? अपना लें जापानी लोगों की ये 5 आदतें, एक्सपर्ट ने बताया महीनेभर में दिखने लगेगा असर
    Next Article
    હોર્મુઝમાં દરિયાઈ માઈન્સ સાથે સુપર ટેન્કર અથડાયું:વિસ્ફોટ બાદ આગ લાગી, એન્જિન બંધ પડ્યું; અમેરિકાનો એક મહિના પછી ફરી ઈરાન પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment