Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની આશા વર્કર બહેનોના બાકી નાણાં ચૂકવવા માંગ:મહિલા શક્તિ સેનાએ DDO અને CDHOને આવેદનપત્ર આપી વિલંબની તપાસ માંગી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના બાકી પ્રોત્સાહક નાણાં તાત્કાલિક ચૂકવવા મહિલા શક્તિ સેનાએ માંગ કરી છે. સંસ્થાના સ્થાપક ચંદ્રિકા સોલંકીએ DDO અને CDHOને આવેદનપત્ર આપી વિલંબની તપાસ અને જવાબદારી નક્કી કરવા રજૂઆત કરી. આશા વર્કર બહેનો જાહેર આરોગ્ય સેવાનો અગત્યનો ભાગ છે. તેઓ માતૃમૃત્યુ, બાળમૃત્યુ ઘટાડવા, રસીકરણ અને રોગ અટકાવવા જેવા આરોગ્ય સંબંધિત કામ કરે છે. આશા ફેસિલિટેટર બહેનો તેમને માર્ગદર્શન આપે છે. મહિલા શક્તિ સેનાએ તમામ તાલુકાઓમાં બાકી નાણાંની વિગતો, સમયગાળો અને વિલંબના કારણોની તપાસ માંગી. સંસ્થાએ સંપૂર્ણ ચુકવણી માટે ચોક્કસ સમય નક્કી કરી તાત્કાલિક ચૂકવવા જણાવ્યું. ચંદ્રિકા સોલંકીએ કહ્યું કે બહેનો પોતાના હકના નાણાં માગે છે. તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય સમયસર ચૂકવવું જરૂરી છે. કાર્યવાહી નહીં થાય તો આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરવાની ચેતવણી પણ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લાતી પ્લોટ ફીડરના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે:મેઇન્ટેનન્સ કામગીરીને કારણે બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે
    Next Article
    પાકિસ્તાનમાં ફિઝિક્સ ગોલ્ડ મેડલિસ્ટ યુવતીએ આત્મહત્યા કરી:હાર્વર્ડમાં એડમિશન અપાવવાના નામે 93 લાખ રૂપિયાની છેતરપિંડી, જમીન વેચીને રૂપિયા ભેગા કર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment