Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા:MLA મોરડિયાએ કહ્યું- મકાન કોણે તોડ્યા એ ખબર નથી; મેયરનું પણ એક જ રટણ તપાસ કરીશું

    1 week ago

    સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીરનગરમાં થોડા દિવસ પહેલા થયેલા ડિમોલીશનનો વિવાદ એવો વકર્યો છે કે, પોલીસ, રાજકારણી અને અધિકારીઓના મોઢા સિવાય ગયા છે. ધોળે દિવસે પોલીસ અને મનપાના અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન થયું હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પણ મહાનગરપાલિકાના કમશિનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્ય કહી રહ્યા છે કે આ ડિમોલીશન કોર્પોરેશન દ્વારા કરાયું નથી. ત્યારે સવાલ એ છે કે, ધોળે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા તે મકાન કોણ પાડી ગયું? તંત્ર પાસે જ્યારે જવાબ આપવો મુશ્કેલ બન્યો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તપાસની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પડકાર ફેંકતા કહ્યું છે કે, ડિમોલીશન સમયે ઘટનાસ્થળે જે અધિકારીઓ હાજર હતા તેના નામ અને વીડિયો મારી પાસે છે. કમિશનરમાં તાકાત હોય તો તેને બોલાવી પૂછપરછ કરે. આ સમગ્ર મામલે જ્યારે ભાસ્કરે મનપા કમિશનરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. બોલો, ધારાસભ્યને જ ખબર નથી કે તેના વિસ્તારમાં ડીમોલીશન કોણ કરી ગયું? સમગ્ર વિવાદના મૂળ સુધી પહોંચતા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, વેડ દરવાજા નાસીર નગર ખાતે જે પણ ગતિવિધિ થઈ રહી હતી તે અંગે તેમણે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પાસેથી સત્તાવાર અને વિસ્તૃત માહિતી મંગાવી હતી. અધિકારીઓ સાથેની આ ચર્ચામાં જે સત્ય સામે આવ્યું તે અત્યંત આઘાતજનક છે. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાલિકાની ટીમ ત્યાં માત્ર કાયદેસરની 'લાઇન દોરી' (રોડ માર્જિન અને માપણી) ની કામગીરી કરવા માટે જ ગઈ હતી. વધુમાં ધારાસભ્યે ઉમેર્યું કે, સેન્ટ્રલ ઝોન દ્વારા ત્યાં કોઈપણ પ્રકારનું ઓફિશિયલ ડિમોલિશન કે પાકા-કાચા મકાનો તોડવાનો આદેશ આપવામાં આવ્યો નહોતો કે ન તો કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની વહીવટી ફાઈલોમાં પણ આ પ્રકારના કોઈ તોડકામની નોંધ નથી. આ પરિસ્થિતિ જોતા ધારાસભ્યે પણ ભારે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે કે, જો મહાનગરપાલિકાએ આ તોડફોડ નથી કરી, તો ધોળા દિવસે જેસીબી અને હિટાચી મશીનો લઈને આખો સ્લમ વિસ્તાર સાફ કરી જવાની હિંમત કોણે કરી? શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર નેક્સસ કામ કરી રહ્યું છે? તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. સ્થાનિકોએ કહ્યું- 'ડિમોલીશન સમયે પોલીસની પણ હાજરી હતી' નાસીરનગર ડિમોલિશન વિવાદમાં સ્થાનિક રહીશો અને પીડિતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સુરત પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમના ઘરો પર જેસીબીના પંજા ફરી રહ્યા હતા અને ગરીબ મહિલાઓ-બાળકો પોતાના આશિયાના બચાવવા આક્રંદ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ખાખીવર્દીમાં પોલીસ જવાનો પણ તૈનાત હતા.અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો આ ડિમોલિશન ગેરકાયદેસર કે કોઈ અનધિકૃત લોકો દ્વારા વહીવટી તંત્રના નામે કરવામાં આવી રહ્યું હતું, તો ઘટનાસ્થળે હાજર પોલીસ ફોર્સે કેમ કોઈ સવાલ ન કર્યા? શું પોલીસે તોડફોડ કરનારી ગેંગ પાસેથી મહાનગરપાલિકાનો સત્તાવાર ડિમોલિશન ઓર્ડર કે મેજિસ્ટ્રેટની પરવાનગીનો કાગળ માંગવાની તસ્દી લીધી હતી ખરી? ધોળા દિવસે આખા વિસ્તારમાં ગેરકાયદે તોડફોડ થઈ જાય, સેંકડો લોકો બેઘર બની જાય અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતું રહે અથવા આડકતરી રીતે મદદ કરતું હોય, તે સુરત પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી અને ઘોર બેદરકારી સાબિત થઈ રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હવે આ મામલે સ્થાનિક પીસીઆર વાન અને સુરક્ષામાં તૈનાત સ્ટાફની ભૂમિકાની આંતરિક તપાસ કરવી પડે તેવી નોબત આવી છે. ધારાસભ્યના નિવેદન બાદ સુરત મનપાની સ્થિતિ કફોડી બની ધારાસભ્ય વિનુ મોરડીયાના નિવેદન બાદ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ અત્યાર સુધી પોતાનો બચાવ કરી રહ્યા હતા, તેઓ પણ હવે કાનૂની અને નૈતિક કઠેડામાં આવી ગયા છે. સવાલ એ થાય છે કે સેન્ટ્રલ ઝોનની આખી ટીમ જ્યારે ત્યાં રોડ લાઇન દોરીની કામગીરી કરવા માટે હાજર જ હતી, અને તેમની બરાબર નજર સામે જ કોઈ અજાણ્યા લોકો ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચલાવીને લોકોના મકાનો તોડી રહ્યા હતા, ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓએ આ ગેરકાયદેસર તોડફોડને તુરંત અટકાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? શહેરના કાયદા મુજબ પાલિકાની હદમાં પરવાનગી વગર એક ઈંટ પણ મૂકવામાં આવે તો મનપાના જે-તે ઝોનના અધિકારીઓ દોડતા થઈ જાય છે. તો પછી અહીં આખેઆખા મકાનો જમીનદોસ્ત થઈ રહ્યા હતા ત્યારે અધિકારીઓએ કયા કારણોસર મૌન ધારણ કરી લીધું? શું પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની આ 'નકલી ડિમોલિશન' કરનારા તત્વો સાથે અંદરખાને કોઈ મિલીભગત હતી? આ તમામ સવાલો હાલમાં સુરતના સાર્વજનિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડા અને તોફાની વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે, વાતાવરણ પલટાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ કોઈ પણ આગોતરી લેખિત નોટિસ આપ્યા વગર વહેલી સવારે અચાનક ત્રાટકેલા આ ડિમોલિશનને કારણે 100 થી વધુ શ્રમિક અને અત્યંત ગરીબ પરિવારો પોતાના નાના બાળકો, વૃદ્ધો અને ઘરવખરીના સામાન સાથે ખુલ્લા આકાશ નીચે રસ્તા પર આવી ગયા છે. વહીવટી તંત્રની આ સંવેદનહીનતા અને લાપરવાહીના કારણે સ્થાનિક જનતામાં શાસક પક્ષ અને કમિશનર પ્રશાસન સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. પીડિતો ન્યાય માટે અને પોતાના આશિયાના તોડનારા ગુનેગારોને જેલભેગા કરવા માટે આક્રંદ કરી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) આ ગંભીર અને સંવેદનશીલ બાબતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય વિનુ મોરડીયાએ સ્થાનિક રહીશોને સાંત્વના આપતા જણાવ્યું છે કે આ મામલાને જરાય હળવાશથી લેવામાં આવશે નહીં. આ એક અત્યંત ગંભીર વહીવટી ગુનો અને કાવતરું છે. મહાનગરપાલિકાની આડમાં ગરીબોના ઘર તોડી જનારા તત્વોને શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવશે. મેયરની એક જ વાત 'આદેશ કર્યો છે, તપાસ બાદ જણાવીશું' ડિમોલીશનના વિવાદમાં આજે છ દિવસ બાદ મેયરનું નિવેદન સામે આવ્યું છે. માયા માવાણીએ કહ્યું હતું કે,આદેશ કર્યો છે તપાસ થયા બાદ જણાવીશું. સેન્ટ્રલઝોનના સિટી એન્જિનિયર મીડિયાના કેમેરા જોઈ ભાગ્યા સમગ્ર વિવાદ મામલે જેની સામે સવાલો ઉઠ્યા છે તે સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર જયંગ રામજીવાલાને સવાલ કરાતા તે ભાગતા જોવા મળ્યા હતા. મીડિયાકર્મીઓએ તેને ઘેરી લેતા તેને કહ્યું હતું કે, આ ડિમોલીશન આપણએ નથી કર્યું. SOGના રાજદીપસિંહ નકુમે જનરલ ડાયરની ભૂમિકા ભજવી- અસલમ સાયકલવાળા 30 મે અને 1 જૂને જે કાર્યવાહી થઈ તે સમયે સુરત મનપા સેન્ટ્રલ ઝોનના અર્પણ પરમાર અને તેની ટીમ યુનિફોર્મમાં હાજર હતી. મેં તેને રજૂઆત પણ કરી હતી. સુરત પોલીસ અને SOGની ટીમના ડીસીપી ડીમોલીશન સમયે હાજર હતા. રાજદીપસિંહ નકુમે જનરલ ડાયરની ભૂમિકા ભજવી. મારી પાસે તમામ સીસીટીવી અને વીડિયો છે. મ્યુનિસિપલ કમિશનરમાં તાકાત હોય તો અધિકારીઓને પૂછે.
    Click here to Read More
    Previous Article
    Eye on monsoon, PWD directs all its divisions to complete drain cleaning and desilting work by June 15
    Next Article
    પાટણની સિદ્ધહેમ સોસાયટીમાં પીવાનું પાણી બન્યું 'ઝેર':લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 10,000થી વધુ લોકોના સ્વાસ્થ્ય પર તોળાતું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment