Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું તારા બાપનો નોકર નથી કે, રાત્રે આવી જાઉં':DCPને ફોન કરનાર યુવક અને ભાઈને પોલીસ સ્ટેશનમાં માર મારવાના કેસમાં PI લાઠીયા સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

    11 hours ago

    વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ એન. લાઠીયા સામે ગંભીર સત્તાના દુરુપયોગ અને પોલીસ અત્યાચારના આરોપસર ગુનો નોંધી પ્રોસેસ સમન્સ ઇસ્યૂ કરવાનો હુકમ વડોદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે કર્યો છે. સમગ્ર મામલાની વિગત મુજબ, 4 નવેમ્બર 2024ના રોજ રાત્રિના સમયે મોઇન પઠાણ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેનો પીછો કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મોઇને તાત્કાલિક પોતાના ભાઈ મોહમ્મદ અહેમદ ખાનને જાણ કરી હતી. અહેમદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવા છતાં કોઈ મદદ ન મળતાં આખરે ઝોન-1ના તત્કાલીન ડીસીપી જે.સી. કોઠીયાનો સંપર્ક કરીને મદદની ગુહાર લગાવી હતી. ચેમ્બરમાં પટ્ટા વડે ફટકાર્યા, કાનનો પડદો ફાટી ગયો ડીસીપીના આદેશ બાદ પીસીઆર વાન અને ગોરવા પીઆઈ કિરીટ લાઠીયા સાદા કપડાંમાં ખાનગી વાહન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, મદદ કરવાને બદલે પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને 'હું તારા બાપનો નોકર નથી, વારંવાર ડીસીપીને કેમ ફોન કર્યા?' કહી ગાળો ભાંડી અહેમદને પોલીસ વાનમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ બંને ભાઈઓને પોલીસ સ્ટેશને લાવી પીઆઈની ચેમ્બરમાં પટ્ટા વડે માથા, પીઠ અને હાથ પર બેફામ માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ગાડીમાં પાવડર મૂકી ખોટા નાર્કોટિક્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બંનેને લોકઅપમાં પૂરી દેવાયા હતા. સયાજી હોસ્પિટલમાં થયેલી તબીબી તપાસમાં મોઇનના કાનનો પડદો ફાટી ગયો હોવાનું સામે આવ્યું હતું. સત્તાનો દુરુપયોગ સરકારી ફરજનો ભાગ નથી અત્યાચાર મામલે 9 નવેમ્બર 2024ના રોજ ભોગ બનનાર પરિવારે પોલીસ કમિશનર, ડીજીપી અને ગૃહમંત્રી સમક્ષ લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કડક પગલાં ન લેવાતાં આખરે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. કોર્ટે ઉપલબ્ધ મેડિકલ પુરાવા અને ઇજાના ગંભીર અહેવાલોની ચકાસણી કરતાં સ્પષ્ટપણે નોંધ્યું હતું કે અરજદારના કાનનો પડદો ફાટવાના મેડિકલ પુરાવા મોજૂદ છે અને કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી નિર્દોષ નાગરિકને માર મારવો એ ક્યારેય સત્તાવાર સરકારી ફરજનો ભાગ ગણી શકાય નહીં. અદાલતના આ કડક આદેશ બાદ પીઆઈ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો:કતારગામમાં તબીબ પતિ સાથે અણબનાવ બાદ 25 વર્ષીય મહિલા ડોક્ટરે ઝેર પી જિંદગી ટૂંકાવી
    Next Article
    Sailor Killed After Missile Attack On Oil Tanker In Persian Gulf

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment