Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો:કતારગામમાં તબીબ પતિ સાથે અણબનાવ બાદ 25 વર્ષીય મહિલા ડોક્ટરે ઝેર પી જિંદગી ટૂંકાવી

    12 hours ago

    સુરત શહેરમાં આપઘાતના બે અલગ-અલગ કરુણ બનાવો સામે આવ્યા છે. કતારગામ વિસ્તારમાં તબીબ પતિ સાથેના મનદુઃખ બાદ માનસિક તણાવમાં રહેતી 25 વર્ષીય મહિલા ડોક્ટરે લેક ગાર્ડનમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં યોગ્ય કામધંધો ન મળવાના ટેન્શનમાં 17 વર્ષીય તરુણે મોતને વહાલું કર્યું હતું. ટૂંકી સારવાર બાદ બંનેના હોસ્પિટલમાં મોત નીપજતાં પરિવારોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ-1: લગ્નના આઠ મહિનામાં જ સંસાર વિખેરાયો મૂળ અમરેલીના તલાલાની વતની અને હાલ વરાછાના અશ્વિનીકુમાર રોડ સ્થિત લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં પિયરમાં રહેતી ૨૫ વર્ષીય જાનવી અશોકભાઈ વાઘેલા બી.એચ.એમ.એસ. (BHMS) ડોક્ટર હતી. આશરે 8 માસ પહેલાં જ તેના લગ્ન ભાવનગર ખાતે રહેતા ડોક્ટર સાથે થયા હતા. જોકે, લગ્નના છ મહિના બાદ એટલે કે બે માસ પહેલાં પતિ સાથે કોઈ કારણોસર અણબનાવ સર્જાયો હતો. આથી તે ભાવનગરથી વરાછા ખાતે પોતાના પિયરમાં આવીને રહેતી હતી. સંસારમાં પડેલી તિરાડને કારણે તે સતત માનસિક તાણમાં રહેતી હતી. ગાર્ડનમાંથી ભાઈને જાણ થતાં હોસ્પિટલ ખસેડાઈ ગુરુવારે સાંજે જાનવી કતારગામ સ્થિત લેક ગાર્ડન ખાતે ગઈ હતી, જ્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગેની જાણ તેના ભાઈને થતાં તે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બહેનને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જોકે, સારવાર દરમિયાન જાનવીનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક એક ભાઈની એકમાત્ર બહેન હોવાનું જાણવા મળ્યું છે. બનાવ-2: હીરાબાગ સર્કલ પાસે દવા પીને ઘરે પહોંચેલા 17 વર્ષીય તરુણે દમ તોડ્યો બીજા બનાવની વિગત મુજબ, મૂળ ભાવનગરના નાગધણીબા ગામનો વતની અને હાલ વરાછાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો 17 વર્ષીય ઓમકુમાર રાજુભાઈ ઇટાલિયા ગુરુવારે બપોરે ઘરે આવ્યો હતો. તેણે ઘરે આવીને પરિવારજનોને જણાવ્યું હતું કે, પોતે અશ્વિનીકુમાર ખાતે હીરાબાગ સર્કલ નજીક કોઈ ઝેરી દવા પી લીધી છે. આ વાત સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સમય ગુમાવ્યા વિના ઓમકુમારને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન મુજબ, ઓમકુમારને યોગ્ય નોકરી કે કામ ન મળતું હોવાથી તે સતત તણાવમાં રહેતો હતો અને આ હતાશામાં જ તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા છે. પરિવારનો આધાર છીનવાયો મૃતક ઓમકુમારના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સંતાનમાં ઓમકુમાર ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે. નાની ઉંમરે પુત્રના આ રીતે અકાળે અવસાનથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. પોલીસે બંને બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    07 નવેમ્બરનું ટેરો રાશિફળ:મેષ-કુંભ રાશિના જાતકોને મળશે બિઝનેસમાં મોટો ઓર્ડર, કર્ક રાશિના લોકોનો વારસાઈ આંબો પાકશે
    Next Article
    'હું તારા બાપનો નોકર નથી કે, રાત્રે આવી જાઉં':DCPને ફોન કરનાર યુવક અને ભાઈને પોલીસ સ્ટેશનમાં માર મારવાના કેસમાં PI લાઠીયા સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment