Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેશ વડેચાના મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની હાજરી ન મળી:મેવાણીએ કહ્યું-રિપોર્ટ પર ભરોસો નથી, વિરોધ જારી; રાજકોટ DCP બાંગરવા સામે FIR નોંધી સસ્પેન્ડ કરોઃ ચુડાસમા

    23 hours ago

    છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટમાં સુરેશ વડેચા નામનો યુવાન હોસ્પિટલમાં દાખલ છે, જેને મળવા 27 માર્ચના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતાં. આ સમયે આક્ષેપ કરતા સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ તેને પટ્ટાથી માર માર્યો છે અને કપડા કાઢી ટીંગાડી તેમના ગુદાના ભાગે પેટ્રોલ નાખ્યું છે. આ પછી કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરીમાંથી ડિસમિસ કરવા માગ કરી હતી. આ પછી દર્દી સુરેશ વડેચાનું સિવિલ હોસ્પિટલમાં જ મેડિકલ ચેકઅપ કરતા તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયાનું સામે આવ્યું છે. જીજ્ઞેશ મેવાણી બાદ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ દર્દી સુરેશ વડેચાની મુલાકાત લીધી હતી. યુવકના રિપોર્ટ અંગે અને આગામી કાર્યક્રમને લઈ આજેરોજ અમે જીજ્ઞેશ મેવાણી અને વિમલ ચુડાસમા સાથે વાતચીત કરી હતી. જેમાં મેવાણીએ રિપોર્ટ પર જરા પણ ભરોસો ન હોવાનું જણાવી 14 એપ્રિલનો કાર્યક્રમ યથાવત્ રહેશે તેવું જણાવ્યું હતું. દાખલ સમયે યુવકે પેટ્રોલ નાખ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો સુરેશ વડેચા 23 માર્ચ, 2026ના રોજ રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો, ત્યારે ડોક્ટરને પોતાની સાથે બનેલા બનાવ અને ઇજા બાબતે જણાવતા ફરજ પરના ડોક્ટરે ડીસ્ટ્રી લખી છે. જેમાં સુરેશ વડેચાના કહેવા મુજબ, 3-4 લોકો દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં બેલ્ટ અને પાઇપ વડે માર માર્યો છે. હાથ અને પગમાં તથા માથામાં દુઃખાવો, ડાબા કાનમાં દુઃખાવો અને સાંભળવામાં તકલીફ થાય છે, તેવુ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટથી આક્ષેપો ખોટા સાબિત થયાં જો કે, આ સમયે ડોક્ટરને પોતાના પ્રાઇવેટ ભાગમાં ગુદ્દાના ભાગે પેટ્રોલ નાખેલની હકીકત જણાવી ન હતી, પરંતુ જીજ્ઞેશ મેવાણી હોસ્પિટલમાં મળવા પહોંચ્યા ત્યારે રજૂઆત કરી કે, પોતાના પ્રાઇવેટ ભાગમાં એટલે કે ગુદ્દાના ભાગે DCP જગદિશ બાંગરવા દ્વારા પેટ્રોલ નાખવામાં આવ્યું છે, જેથી સિવિલ હોસ્પિટલના તબીબે 28 માર્ચ, 2026ના રોજ સુરેશ વડેચાના પ્રાઇવેટ ભાગમાં તેમજ શરીરની મેડિકલ તપાસ કરતા ગુદાના ભાગે કોઇ પેટ્રોલ નખાયેલ નથી, તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. યુવકના દાખલ થયાથી અત્યાર સુધીનો ઘટનાક્રમ 23 માર્ચઃ સુરેશ વડેચા રાજકોટ સિવિલમાં દાખલ થયો. 23 માર્ચઃ ક્રાઇમ બ્રાન્ચમાં 3-4 લોકોએ પટ્ટા-ધોકાથી માર માર્યાનો આક્ષેપ કર્યો. 27 માર્ચઃ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દર્દીની સિવિલમાં મુલાકાત લીધી. 27 માર્ચઃ દર્દીએ DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સામે આક્ષેપ કર્યા. 28 માર્ચઃ તબીબે દર્દીની તપાસ કરી, રિપોર્ટમાં પેટ્રોલ વાળી વાત ખોટી પડી. 28 માર્ચઃ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દર્દીની મુલાકાત લીધી. 30 માર્ચઃ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ દર્દીની મુલાકાત લીધી. આ વાત એક માત્ર સુરેશ વડેચાની નથી, અમારો કાર્યક્રમ યથાવત્ઃ મેવાણી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે જે જાહેર કરાયો એ રિપોર્ટમાં મને જરા પણ ભરોસો નથી. આ કેસમાં CID ક્રાઇમ, CBI અથવા તો SITની નિમણૂક કરી તપાસ કરવામાં આવે તેવી મારી માગ છે. રાજકોટમાં એક માત્ર સુરેશ વડેચા જ નહિ, પરંતુ એક ડઝન જેટલા નિર્દોષ લોકોને આ રીતે માર મારવામાં આવ્યો છે. ડોક્ટર કક્ષાના વ્યક્તિને પણ માર માર્યો હોવાની મને ફરિયાદ મળી છે. આ બધા લોકોને સાંભળી, વિગત મેળવી આગામી એક-બે દિવસમાં અમે એક ડેલિગેશન મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળી રૂબરૂ રજૂઆત કરીશું. ‘પૂરાવા હોય તો સુરેશ વડેચા સામે ફોજદારી કાર્યવાહી કરો’ વધુમાં ઉમેર્યું કે, 14 એપ્રિલના રોજ રાજકોટમાં અમારો કાર્યક્રમ યથાવત્ છે. સુરેશ વડેચા સામે ફોજદારી કાર્યવાહી થાય, પુરાવા હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે તેમાં મને વાંધો નથી. પરંતુ ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટી ડંડો ઘૂસાડવાનું આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેની સેમ મારો વિરોધ છે. સુરેશ વડેચાની મેડિકલ તપાસ રાજકોટ બહાર કરવામાં આવેઃ વિમલ ચુડાસમા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના તબીબો પણ ક્રાઇમ બ્રાન્ચથી ડરે છે. આ રિપોર્ટ નહિ, પરંતુ દર્દી સુરેશ વડેચાની મેડિકલ તપાસ રાજકોટ બહાર અમદાવાદ કે અન્ય કોઈ મોટી સિવિલ હોસ્પિટલના ત્રણ તબીબની પેનલ દ્વારા કરવામાં આવે. ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તપાસ ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ મુખ્યમંત્રી સમક્ષ કરું છું. ‘પોલીસને માર મારવાનો કોઈ હક્ક નથી’ વધુમાં કહ્યું કે, પૂછપરછ કરવાનો પોલીસને અધિકાર છે, પરંતુ માર મારવાનો કોઈ અધિકાર પોલીસ પાસે નથી. 14 તારીખે રાજકોટમાં અમે બધા સાથે મળીને વિરોધ નોંધાવીશું અને પોલીસ કમિશનર કચેરી ખાતે રૂબરૂ મળી રજૂઆત પણ કરીશું.
    Click here to Read More
    Previous Article
    Mumbai Dabbawalas are taking six days off starting today. No, it has nothing to do with LPG crisis
    Next Article
    જોક મારીને નેતાજી બગડ્યા, VIDEO:કાર્યકરો હસ્યા નહીં તો સ્ટેજ પરથી સંભળાવ્યું, નિર્લિપ્ત રાયની બદલીના રૂઝાન આવવાનું શરૂ, ભાજપના મોટા નેતા રડારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment