Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીની ખારાઘોડા કેનાલમાં નર્મદાનું પાણી છોડાયું:DB ડિજિટલના અહેવાલની અસર; 300થી વધુ ખેડૂતોને સિંચાઈના પાણીથી રાહત મળી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો, ત્યાર બાદ ડીબી ડિજિટલમાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવતા પાટડીના 300થી વધુ ખેડૂતોને પાક માટે પાણી મળ્યું છે. 300થી વધુ ખેડૂતોના શિયાળુ પાકને પાણીની જરૂર હતી પાટડીના 300થી વધુ ખેડૂતોને જીરું, ઘઉં અને એરંડાના ઉભા પાક માટે કેનાલના પાણીની તાતી જરૂરિયાત હતી. ખારાઘોડા શાખા કેનાલની માઇનોર 6 ડિસ્ટ્રિબ્યુટરીમાં પાણી ન છોડાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત પાણી છોડવા રજૂઆત કરી હોવા છતાં થોડું પાણી છોડીને સપ્લાય બંધ કરી દેવાતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ હતો. ખેડૂતોએ ઢોલ-મંજીરા સાથે રામધૂન બોલાવી વિરોધ કર્યો ખારાઘોડા શાખા કેનાલનું પાણી હરિપુરા અને બામણવા થઈને પાટડી પહોંચે છે. પાણી ન મળતાં ખેડૂતોએ ઢોલ-મંજીરા સાથે કેનાલ પાસે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કેનાલ પરથી જ નર્મદા વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યને ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી, તેમજ પાણી નહીં છોડાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કેનાલમાં પાણી છોડાતા ઉભા પાકને જીવતદાન મળ્યું ડીબી ડિજિટલમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા ખારાઘોડા શાખા કેનાલની માઇનોર 6 ડિસ્ટ્રિબ્યુટરીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ અંગે પાટડીના ખેડૂત આગેવાનો નારણદાસ પટેલ, નવઘણ ઠાકોર, મનીષ પટેલ અને ચૂંડા ઠાકોરે જણાવ્યું હતું કે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોના ઉભા પાકને નવું જીવતદાન મળશે.
    Click here to Read More
    Previous Article
    શિવસેનાએ સોનિયાની પુસ્તક ફાડી, પ્રતિબંધની માંગ:સાવરકર અને મરાઠી અસ્મિતાના અપમાનનો આરોપ; YSRCP અને BRS પણ નારાજ
    Next Article
    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ:₹5 લાખથી વધુની વીજચોરીના 5 અને ₹1 લાખના 46 કેસ; કલ્યાણપુર અને રાવલ પંથકમાં 74 સ્થળે વીજચોરી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment