Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ:₹5 લાખથી વધુની વીજચોરીના 5 અને ₹1 લાખના 46 કેસ; કલ્યાણપુર અને રાવલ પંથકમાં 74 સ્થળે વીજચોરી મળી

    1 day ago

    દિવાળી બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCL દ્વારા વીજચોરી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ 2 દિવસમાં વીજચોરીના કુલ 152 કેસ નોંધાયા છે. બુધવારે સતત ત્રીજા દિવસે પણ PGVCLની 40થી વધુ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સોમવારે કલ્યાણપુર અને રાવલ પંથકમાં 74 સ્થળે વીજચોરી મળી સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં તપાસ દરમિયાન 74 સ્થળે વીજચોરી મળી આવી હતી. આ મામલે જામનગરના વીજ પોલીસ મથકમાં 74 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ₹1 લાખથી વધુની વીજચોરીના 21 અને ₹5 લાખથી વધુની વીજચોરીના 3 કેસનો સમાવેશ થાય છે. મંગળવારે સિક્કા અને શાપરમાં 78થી વધુ ફરિયાદ નોંધાઈ મંગળવારે જામનગર જિલ્લાના સિક્કા, શાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની ટીમોએ તપાસ હાથ ધરી હતી. 100થી વધુ શંકાસ્પદ કિસ્સાની તપાસ બાદ 78થી વધુ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ₹5 લાખથી વધુની 2 અને ₹1 લાખથી વધુની 25 ફરિયાદો સામેલ છે. 40થી વધુ ટીમો દ્વારા ત્રીજા દિવસે પણ ચેકિંગ ચાલુ પ્રથમ 2 દિવસમાં ₹5 લાખથી વધુની વીજચોરીના કુલ 5 અને ₹1 લાખથી વધુની 46 ફરિયાદો નોંધાઈ છે. બુધવારે 40થી વધુ ટીમોએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, જામજોધપુર, ધ્રોલ અને સમાણા સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી, અને આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાટડીની ખારાઘોડા કેનાલમાં નર્મદાનું પાણી છોડાયું:DB ડિજિટલના અહેવાલની અસર; 300થી વધુ ખેડૂતોને સિંચાઈના પાણીથી રાહત મળી
    Next Article
    બોટાદમાં કચરાના ઢગલામાં આગ લાગી:શંકરપરા અને સાંઈનાથ નગરમાં ધુમાડો ફેલાયો, રહીશોએ કચરો સળગાવવા પર પ્રતિબંધ અને કાયમી ઉકેલની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment