Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 'CXO મીટ' નું આયોજન:ફાર્મા ઉદ્યોગમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

    4 दिन पहले

    ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક નિયમોના પાલનને વેગ આપવા માટે અમદાવાદમાં 'CXO મીટ' નું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડીયાર ટેકનોવેશન પ્રા. લિ. (KTPL) અને વૈશ્વિક ટેકનોલોજી લીડર સિમેન્સ (Siemens) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઇવેન્ટમાં ફાર્મા ઉદ્યોગના ટોચના સીઇઓ, એમડી, પ્લાન્ટ હેડ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નિષ્ણાતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ અંગે વધુ માહિતી આ પ્રસંગે ખોડીયાર ગ્રુપના ફાઉન્ડર અને ડિરેક્ટર જીજ્ઞેશ પટેલ, કંપનીના સીટીઓ અને સીઓઓ ભાગ્યેશ પટેલ, તેમજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ્સ ડો. રાગિન શાહ અને ધર્મેન્દ્ર જોશીએ આપી હતી. ભારત વૈશ્વિક સ્તરે" ફાર્મસી ઓફ વર્લ્ડ" તરીકે જાણીતું છે, જે વિશ્વની અંદાજે 20 ટકા જેનેરિક દવાઓ અને 50 ટકા થી વધુ રસીઓ પૂરી પાડે છે. દેશની આ વિશાળ ઉત્પાદન ક્ષમતા અમેરિકામાં 40 ટકા જેનેરિક દવાઓ, બ્રિટનમાં 25 ટકા દવાઓ અને યુનિસેફ (UNICEF) ની 60 ટકા રસીની જરૂરિયાત પૂરી કરે છે. મોટા પાયે ઉત્પાદન અને પરવડે તેવી કિંમતોને લીધે ભારતે વિશ્વના 190 થી વધુ દેશોમાં જીવનરક્ષક દવાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી છે. ગુજરાત દેશની આ ફાર્માસ્યુટિકલ શક્તિનું મુખ્ય એન્જિન છે, જે ભારતના કુલ ફાર્મા ટર્નઓવરમાં 30 ટકા થી વધુ અને નિકાસમાં લગભગ 28 ટકા હિસ્સો ધરાવે છે. રાજ્યમાં 4 હજારથી વધુ ઉત્પાદન એકમો કાર્યરત છે. આ ઇવેન્ટ દરમિયાન ફાર્મા સેક્ટરના મુખ્ય પડકારો જેવા કે પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્શન સ્પીડ, ડેટા ઇન્ટિગ્રિટી અને વૈશ્વિક નિયમોની મંજૂરી અંગે 6 વિશેષ સેશન્સ યોજાયા હતા. પ્રથમ સેશનમાં ડિજિટલ થ્રેડ ફોર ફાર્માસૂટિકલ્સના ઓવરવ્યૂ પર , દ્વિતીય સેશન ડિજિટલ આર ડી અને સાયન્ટિફિક ડેટા ફાઉન્ડેશન પર હતું. ત્યારબાદ ત્રીજા સેશનમાં સિમ્યુલેશન- ડ્રિવન પ્રોડક્ટ પ્રોસેસ ડિઝાઇન દ્વારા દવાની શોધ અને ફોર્મ્યુલેશન પ્રક્રિયા ઝડપી બનાવીને પ્રોડક્ટના માર્કેટિંગ સમયમાં 20 થી 30 ટકા નો ઘટાડો કરવાની ક્રાંતિકારી ટેકનિક સમજાવી હતી. ઇવેન્ટના ચોથા સેશનમાં 'રાઇટ-ફર્સ્ટ-ટાઇમ' પ્રોડક્શન, ઇલેક્ટ્રોનિક બેચ રેકોર્ડ્સ (EBR) અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ (MES/MOM) વિશે માર્ગદર્શન આપ્યું હતું. પાંચમા સેશનમાં લો- કોડ ડિજિટલ ઈનોવેશન ફોર ફાર્મા પર માહિતી આપી. છઠ્ઠા સેશનમાં ટેકનિકલ લીડ પવન કલ્લુરકરે ઇન્ડસ્ટ્રિયલ AI ના ઉપયોગ દ્વારા USFDA, EMA અને PMDA જેવી વૈશ્વિક સંસ્થાઓના નિયમોનું ઝીરો-ડિફેક્ટ સાથે પાલન કરવાની સરળ પદ્ધતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ આધુનિક ડિજિટલ સોલ્યુશન્સ અપનાવવાથી ફાર્મા કંપનીઓ દવાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, પેપરલેસ સિસ્ટમથી ઓડિટ પ્રક્રિયા સરળ બને છે અને પ્રોડક્શન ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. આ ઇવેન્ટમાં બિઝનેસ નેટવર્કિંગ સેશન યોજાયું હતું. જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારના ફાર્મા સેક્ટરના દિગ્ગજોએ એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને ફાર્મા ઉદ્યોગના આ ડિજિટલ પરિવર્તનને આવકાર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નારણઘાટથી શીતલ એક્વા ફ્લેટ સુધીનો રોડ બંધ:સુભાષબ્રિજની કામગીરીને પગલે પૂર્વ રિવરફ્રન્ટનો 500 મીટરનો રોડ બંધ, ડાયવર્ઝન જાહેર
    Next Article
    Surendranagar New Mayor News: સુરેન્દ્રનગરના નવા મેયરની સત્તાવાર જાહેરાત | BJP | Municipal Corpo.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment