Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVMU હેકાથોન 4.0 સંપન્ન, 364 ટીમોનો જંગ:36 કલાકના મેરેથોન હેકિંગ બાદ વિજેતા ટીમો જાહેર

    12 hours ago

    ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) દ્વારા આયોજિત બે દિવસીય 'CVMU હેકાથોન 4.0' નવીનતા અને ટેકનોલોજીના સંગમ સાથે સંપન્ન થઈ છે. ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 40થી વધુ શૈક્ષણિક સંસ્થાઓની 364 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ હેકાથોનનું સંયુક્ત આયોજન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) અને મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) દ્વારા કરાયું હતું. પ્રારંભિક સ્ક્રુટિની બાદ પસંદ થયેલી 134 ટીમો વચ્ચે 36 કલાકનું સળંગ મેરેથોન હેકિંગ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેકનિકલ કુશળતા અને સમસ્યા નિવારણની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે કોલેજના યુવાનોની સાથે વિવિધ શાળાઓની 20 જેટલી ટીમોએ પણ ભાગ લઈ પોતાના પ્રોટોટાઈપ્સ રજૂ કર્યા હતા. સમગ્ર સ્પર્ધાને મુખ્યત્વે ચાર થીમમાં વહેંચવામાં આવી હતી, જેમાં લાઇફ સાયન્સ એન્ડ એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને ઇમરજિંગ ટેકનોલોજી જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં CVM યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે મહાનુભાવો દ્વારા વિજેતા ટીમોને બિરદાવી પુરસ્કૃત કરવામાં આવી હતી. ડો. વિશાલ સિંઘ અને ડો. મૌલિકા પટેલના સંસ્થાકીય સમર્થન અને માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ગંગા જેવી પવિત્ર છોકરીને લવ જેહાદમાં ફસાવી':'મેનેજરે મોનાલિસાનો સોદો કર્યો', 'મહાકુંભ ગર્લ'ને ફેમ આપનાર ડિરેક્ટરના ગંભીર આરોપ, કહ્યું- માથું કાપી નાખવાની ધમકીઓ મળે છે
    Next Article
    જી. જે. પટેલ આયુર્વેદ કોલેજમાં મહિલા દિવસની ઉજવણી:150થી વધુ મહિલાઓ જોડાઈ, પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment