Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં SustainX 2026 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન:રજિસ્ટ્રાર વાલિયાએ કહ્યું, રોબોટ દવા આપશે, લાગણી નહીં, માનવીય સ્પર્શ જરૂરી

    11 hours ago

    વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી દ્વારા "Shaping Smarter, Greener Inclusive Societies" (સ્માર્ટ, ગ્રીન અને સર્વસમાવેશક સમાજનું નિર્માણ) વિષય પર તેની બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, SustainX 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 30 એપ્રિલના રોજ GCET ઓડિટોરિયમ ખાતે થયું હતું. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના પ્રમુખ અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ચારુતર વિદ્યામંડળના માનદ સહમંત્રી મેહુલ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. ડો. ઇન્દ્રજીત પટેલ અને સેમકોમના પ્રિન્સિપાલ ડો. પ્રીતિ લુહાણા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિત આ કોન્ફરન્સની થીમ વર્તમાન સમયની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે CVM યુનિવર્સિટી હંમેશા નવીનતામાં માને છે, પરંતુ AIનો ઉપયોગ નૈતિક અને જવાબદારીપૂર્વક થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી સમાજના દરેક વર્ગ માટે ટકાઉ પ્રગતિના દ્વાર ખુલી શકે. ચારુતર વિદ્યામંડળના સહમંત્રી મેહુલ પટેલે ઉમેર્યું હતું કે, "SustainX 2026 નૈતિક ઇનોવેશન, પારદર્શિતા અને સંસ્થાકીય વિકાસ માટે AI-આધારિત જવાબદાર મેનેજમેન્ટની મહત્વની ભૂમિકા પર ભાર મૂકે છે." તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્લેટફોર્મ ટેકનોલોજી, મેનેજમેન્ટ અને સામાજિક વિજ્ઞાનને એકસાથે લાવીને સ્માર્ટ, ગ્રીન અને સર્વસમાવેશક ભવિષ્યના પડકારોનો સામનો કરવા સજ્જ છે. આ કોન્ફરન્સ ટકાઉ વિકાસ માટે અર્થપૂર્ણ જોડાણો, સંશોધન અને વ્યવહારુ ઉકેલો પૂરા પાડશે તેવી તેમને ખાતરી છે. યુનિવર્સિટીના આદર્શ 'જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન' પર ભાર મૂકતા, પ્રોવોસ્ટ પ્રો. ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ આંતરશાખાકીય સંશોધન દ્વારા સ્માર્ટર, ગ્રીનર અને સર્વસમાવેશી સમાજના નિર્માણ માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં, રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયાએ કાર્યક્રમની પરિવર્તનકારી ક્ષમતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "આજના AI-ટેકનોલોજીના જમાનામાં પણ માનવીય સ્પર્શની જરૂર હોય છે. તમે બીમાર હોવ તો રોબોટ તમને દવા તો આપશે પણ માનવની લાગણી નહીં આપી શકે. તેથી સસ્ટેનેબલ જીવન જીવવું ખૂબ જરૂરી બની ગયું છે." પ્રો. ડૉ. વાલિયાએ વધુમાં જણાવ્યું કે GCET અને SEMCOM કેમ્પસમાં વિશ્વભરના નિષ્ણાતોનું આ ત્રિદિવસીય સંમેલન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે અદ્યતન સંશોધન અને સામાજિક વ્યૂહરચનાઓ સાથે જોડાવાની તક પૂરી પાડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કોન્ફરન્સ માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નથી, પરંતુ તમામ માટે સ્માર્ટ, ગ્રીન અને વધુ સ્થિતિસ્થાપક ભવિષ્ય ઘડવા માટે સંશોધકો અને નેતાઓ માટે સાથે મળીને કામ કરવાનો એક મજબૂત સંદેશ છે. આ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયાના વિઝનરી માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. તેમનું નેતૃત્વ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ટકાઉ નવીનતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે. CVM યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને ગવર્નિંગ બોડીના સભ્યોએ GCET અને SEMCOMની આયોજક સમિતિઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સંશોધન સહયોગને પ્રોત્સાહન આપવા અને સંસ્થાને વૈશ્વિક ટકાઉપણું અભિયાનમાં મોખરે રાખવા બદલ આ પહેલની પ્રશંસા કરી છે. કાર્યક્રમના અંતે સેમકોમના પ્રિન્સિપાલ ડો. પ્રીતિ લુહાણાએ આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ દોઢ મહિના ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; 3 બાઈક કિમ-કોસંબા રોડ પરથી મળી
    Next Article
    અમરેલીમાં ટેમ્પો-બાઇક અકસ્માત:2 કલાક સુધી મૃતદેહ રઝળ્યો:મૃતકની પત્ની ઇજાગ્રસ્ત; તંત્રની કામગીરી અને માનવતા સામે ઉઠ્યા સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment