Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CUSMCના વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમમાં આરોગ્ય તપાસ કરી:શિવાલયમાં 130થી વધુ રહેવાસીઓની તપાસ; બાળકોને સ્ટેશનરી કિટ અને નવાં વસ્ત્રો આપ્યાં

    8 hours ago

    સુરેન્દ્રનગર નજીક આવેલા શિવાલય શેલ્ટર હોમમાં CUSMCના વિદ્યાર્થીઓએ આરોગ્ય તપાસ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા સંચાલિત સી. યુ. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (SRSH)ની તબીબી ટીમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આશરે 130થી વધુ રહેવાસીઓની સામાન્ય આરોગ્ય તપાસ કરી. તપાસમાં મોટાભાગના રહેવાસીઓને ત્વચાની ગંભીર સમસ્યાઓ, માનસિક બીમારીઓ અને શારીરિક વિકલાંગતા હોવાનું જાણવા મળ્યું. વિદ્યાર્થીઓએ તેમની આરોગ્ય સમસ્યાઓ જાણી તબીબી માર્ગદર્શન આપ્યું અને જરૂરી તપાસ કરી. વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમનાં બાળકોને સ્ટેશનરી કિટ અને નવાં વસ્ત્રો આપ્યાં. રહેવાસીઓને રોજિંદા ઉપયોગ માટે સ્ટીલની પાણીની બોટલો અને અંગત વસ્તુઓ રાખવા સ્ટીલના ડબ્બા આપ્યા. પૌષ્ટિક આહાર તરીકે કેળાં અને સફરજન પણ વહેંચ્યાં. કાર્યક્રમના અંતે મેડિકલ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમના રહેવાસીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી. તેમણે રહેવાસીઓના જીવન વિશે જાણ્યું અને તેમની સાથે બેસીને સમૂહ ભોજન લીધું. આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસની સાથે રહેવાસીઓને જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી. CUSMCના વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વેપારીઓને હેરાન ન કરવા કહ્યું:કલેક્ટરને ફોન કરી ફટાકડાના વેપારીઓ-નાના ધંધાર્થીઓને નિયમ મુજબ ધંધો કરવા દેવા સૂચના આપી
    Next Article
    ગાંધીનગરના મેયર તરીકે 29 વર્ષીય રૂપસિંહ રાઠોડની વરણી:અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ બન્યા સ્ટેન્ડિંગ ચેરમેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment