Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં CTM પાસે લૂંટ વિથ મર્ડરનો પ્રયાસ:રાત્રે પાણી પીવા જાગેલા 17 વર્ષીય સગીર પર બાઈક સવાર ત્રણ લૂંટારુઓનો ચપ્પુ વડે હુમલો

    10 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો અને લૂંટારુઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. CTM અને જશોદાનગર ચાર રસ્તા નજીક એક દુકાનના ખુલ્લા ઓટલા પર સૂતેલા 17 વર્ષીય સગીરને મોડી રાત્રે તરસ લાગતા તે પાણી પીવા માટે જાગ્યો હતો. તે જ સમયે બાઇક પર ઘસી આવેલા ત્રણ અજાણ્યા લૂંટારુઓએ સગીરને ઘેરી લઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેની પાસેથી રોકડ, ચેન તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ લૂંટીને નાસી છૂટ્યા હતા. કડિયા કામની મજૂરી કરી પરત ફરેલા સગીરને લૂંટારુઓએ નિશાન બનાવ્યો પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો વતની અને હાલ અમદાવાદના ભાઈપુરા-ખોખરા વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતો 17 વર્ષીય સગીર ગત 12 નવેમ્બરના રોજ નારોલ ખાતે કડિયા કામની મજૂરી પૂર્ણ કરીને રાત્રિના સમયે BRTS બસ મારફતે જશોદાનગર ચાર રસ્તા ખાતે આવ્યો હતો. મોડી રાત થઈ ગઈ હોવાથી તે નજીકમાં આવેલી લક્ષ્મી ફર્નિચર નામની દુકાનના ઓટલા પર સૂઈ ગયો હતો. રાત્રિ દરમિયાન સગીરને તરસ લાગતા તે ઊંઘમાંથી જાગીને ઓટલા પર ઊભો હતો, ત્યારે અચાનક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેને આંતરી લીધો હતો. ચપ્પુના ઘા ઝીંકી ₹500 રોકડા અને ચેન લૂંટી ફરાર લૂંટના ઇરાદે આવેલા ત્રણેય શખ્સોએ સગીર કંઈ સમજે તે પહેલા જ ચપ્પુ વડે તેના પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ સગીરના ખિસ્સા તપાસીને તેમાં રહેલા રોકડા રૂપિયા 500, ગળામાં પહેરેલી ચેન તેમજ અગત્યના દસ્તાવેજો સહિતનું પાકીટ ઝૂંટવી બાઇક પર ફરાર થઈ ગયા હતા. હુમલામાં લોહીલુહાણ થયેલા સગીરે આસપાસના લોકોની મદદ માંગી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે ભોગ બનનાર સગીરે રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ​
    Click here to Read More
    Previous Article
    ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું:સ્વ. કુંદનલાલ સોનીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કેમ્પ યોજાયો; 60 લોકોએ રક્તદાન કર્યું; આગેવાનો હાજર રહ્યા
    Next Article
    Vivo X500 Series Camera Configuration and Colour Options Revealed Ahead of India Launch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment